Video : ગુજરાતીઓની Hot Favourite Country Singapore, જાણો કેવી રીતે ગરીબ દેશ થોડા જ વર્ષોમાં અમેરિકા કરતા વધુ અમીર બન્યો

|

Mar 24, 2024 | 12:18 PM

સિંગાપુર આજે વિશ્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશોમાંનું એક છે. જ્યાં આર્કિટેક્ચર દુનિયાભરમાં જાણીતું છે. અહીં ઘણી સુંદર ઈમારતો છે જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. સિંગાપુર એક એવો દેશ છે જ્યાં દરેક છઠ્ઠો નાગરિક કરોડપતિ છે. કહેવાય છે કે સિંગાપુરમાં રહેતા લોકો શ્રેષ્ઠ જીવન જીવે છે. પરંતુ સિંગાપુર હંમેશા એટલું સમૃદ્ધ અને સુંદર નહોતું. દિલ્હીનો અડધો વિસ્તાર ધરાવતા આ દેશમાં એક સમયે ગરીબી, ભૂખમરો અને માત્ર ઝૂંપડપટ્ટીઓ જ દેખાતી હતી.

Video : ગુજરાતીઓની Hot Favourite Country Singapore, જાણો કેવી રીતે ગરીબ દેશ થોડા જ વર્ષોમાં અમેરિકા કરતા વધુ અમીર બન્યો
Singapore

Follow us on

સિંગાપુર વર્તમાન સમયમાં દુનિયાના ધનાઢ્ય દેશમાંથી એક સમૃદ્ધ દેશ છે. સિંગાપુરમાં દેશનું વિસ્તારની દ્રષ્ટિએ નાનો દેશ છે. તેમજ આ દેશ અલગ અલગ રીઝનમાં વિભાજીત છે. સિંગાપુરની આજુ બાજુ હાલમાં કુલ 64 ટાપુ આવેલા છે. જેમાંથી કેટલાક ટાપુ કુદરતી રીતે બન્યા છે. જ્યારે અમુક ટાપુ કૃત્રિમ રીતે બનાવામાં આવ્યા છે. આ દેશ એક સમયે ગરીબી, ભૂખમરો અને માત્ર ઝૂંપડપટ્ટીઓ જ દેખાતી હતી.જ્યાં જમવાનું ન મળતા લોકોના મોત થતા હતા.

સિંગાપુર સાથે ભારતના સંબંધો

પ્રાચીન સમયમાં ભારત ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ દેશ હતો. જ્યાં રાજાઓનું શાસન મલેશિયા, કંબોડિયા, બાલી, થાઈલેન્ડ સુધી વિસ્તરેલું હતું. મલેશિયા એ ભારતના દક્ષિણ-પૂર્વમાં આવેલો દેશ છે અને તેની નીચે એક નાનો ટાપુ છે. જે દિલ્હી કરતા અડધું છે.

ઐતિહાસિક મલય દસ્તાવેજોમાં જણાવવામાં અનુસાર રાજા શુલન એ જ ટાપુમાં રહેતી એક રાજકુમારી સાથે લગ્ન કર્યા અને થોડા સમય માટે ત્યાં સ્થાયી થયા જ્યારે રાજા ચુલન તેની સેના સાથે ભારત પરત ફર્યા. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર 1299માં જ્યારે રાજા શુલનના વંશજ પ્રિન્સ નીલા ઉતામા ટોમસેક ટાપુ પર ગયા ત્યારે તેમણે ત્યાં એક સિંહને જોયો અને ટાપુનું નામ સિંઘપુર રાખ્યું જે પાછળથી સિંગાપુર બન્યું.

આજનું રાશિફળ તારીખ : 10-05-2024
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત

એશિયાના અન્ય દેશોની જેમ સિંગાપુર પણ બ્રિટનની ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું. લગભગ 150 વર્ષ સુધી અહીં શાસન કર્યા પછી, ફિરંગીઓએ 11 એપ્રિલ 1959 ના રોજ સિંગાપોરને આઝાદ કર્યું. સિંગાપોરને સ્વ-શાસનનો અધિકાર મળે તેવો આ પ્રથમ પ્રસંગ હતો. લી કુઆન યૂ સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન બન્યા પરંતુ ત્યા સુધીમાં અંગ્રેજોએ સિંગાપુરને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું.

સિંગાપુર એક નાનો ટાપુ હોવાથી તેની પાસે પોતાની અર્થવ્યવસ્થા વિકસાવવાનો કોઈ વિકલ્પ નહોતો. ત્યાં ન તો કુદરતી સંસાધનો હતા કે ન તો તેલના કૂવા. વડા પ્રધાન લી કુઆન યૂએ આ માટે એક માર્ગ શોધી કાઢ્યો. 1963માં તેમણે સિંગાપુરને મલેશિયા સાથે જોડી દીધું. તેઓ વિચારતા હતા કે મલેશિયામાં જોડાયા પછી દેશ પાછું પાટા પર આવી જશે પરંતુ થયું બિલકુલ ઊલટું. પરંતુ અહીં મલેશિયા અને વિદેશી ચીની વચ્ચે તણાવ વધવા લાગ્યો અને અંતે મલેશિયા પોતે 1965માં સિંગાપુરથી અલગ થઈ ગયું.

સિંગાપુર કેવી રીતે સમૃદ્ધ બન્યું

મલેશિયાથી અલગ થયા પછી સિંગાપુરના વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે સમયે દેશની 70% વસ્તી ગરીબ હતી અને તેમની પાસે આ ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ સાધન નહોતું.પરંતુ લી કવાન યૂ હિંમત હારી ન હતી, તેણે પોતાના દેશના લોકોને કેટલીક અપીલ કરી હતી. સિંગાપુરના વડાપ્રધાને લી કુઆન યૂએ અલગ અલગ દેશો સાથે બેઠક યોજી સિંગાપુરમાં કંપની સ્થાપિને કરવા માટે અમુક ઉદ્યોગને ટેક્સ ફ્રિ કર્યા હતા.

ત્યાર બાદ સિંગાપુરમાં રોજગારીની તક એટલા ઉભી થઈ ગઈ કે આજુબાજુના દેશના લોકો અહિં રોજગારી મેળવવા આવવા લાગ્યા હતા. ઈ.સ 1973માં સિંગાપુરના EDBએ જાહેરાત કરી દેશમાં જે લોકો ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરશે તેમને આગામી 5 વર્ષ ટેક્સ માટે ચિંતા કરવાની જરુર નથી. જેના પગલે દેશ- દુનિયામાંથી ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીની સિંગાપુરમાં સ્થપાઈ અને અત્યારે બધી જ જગ્યાએ તેનું નામ પ્રસિદ્ધ છે. આ દેશ વર્તમાન સમયમાં સૌથી સ્વચ્છ દેશ માનવામાં આવે છે.

સિંગાપુરમાં કેટલા ગુજરાતીઓ કરે છે વસવાટ

સિંગાપુરમાં ભારતીય લોકો પણ વસવાટ કરે છે. 2010ની વસ્તી ગણતરી અનુસાર સિંગાપુરમાં 348,119 ભારતીય લોકો રહે છે. જ્યારે 4,124 જેટલા ગુજરાતીઓ પણ વસવાટ કરે છે.

Next Article