ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ બાદ અત્યાર સુધીમાં ક્યારે ? શુ થયુ ?

|

Jul 03, 2020 | 11:32 AM

પૂર્વ લદાખના ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય જવાનો અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ, સૈન્ય, રાજનૈતિક, આર્થિક બાબતોને સ્પર્શતી બાબતોએ કાર્યવાહી થઈ છે. તો આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનના સૈન્યને જડબાતોડ જવાબ આપવા તહેનાત હજ્જારો સૈનિકોને વચ્ચે જઈને મનોબળને મજબૂત કર્યું અને સમગ્ર સરકાર તથા દેશ તેમની પડખે હોવાની લાગણી […]

ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ બાદ અત્યાર સુધીમાં ક્યારે ? શુ થયુ ?

Follow us on

પૂર્વ લદાખના ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય જવાનો અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ, સૈન્ય, રાજનૈતિક, આર્થિક બાબતોને સ્પર્શતી બાબતોએ કાર્યવાહી થઈ છે. તો આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનના સૈન્યને જડબાતોડ જવાબ આપવા તહેનાત હજ્જારો સૈનિકોને વચ્ચે જઈને મનોબળને મજબૂત કર્યું અને સમગ્ર સરકાર તથા દેશ તેમની પડખે હોવાની લાગણી દર્શાવી. 15 જૂનથી 3 જુલાઈ સુધીમાં કેવી કેવી ગતીવિધી થઈ તેના પર કરીએ એક નજર……

15 જૂન-
ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં હિંસક અથડામણ થઈ જેમાં ભારતના 20 સૈન્ય જવાનો શહીદ થયા. જ્યારે ચીનના 43 સૈન્ય જવાનોને ભારતીય જવાનોએ મારી નાખ્યા. પરંતુ ચીને હજુ સુધી શહીદ થયેલા સૈન્ય જવાનોની સંખ્યા જાહેર નથી કરી.

17 જૂન
એરફોર્સના વડા આર કે એસ ભદોરિયા બે દિવસ લેહ પહોચ્યા. વાયુસેના કોઈ પણ ખતરાને પહોચી વળતા તૈયાર હોવાનું કહીને સુખોઈ, મિરાજ, જગુઆર ફાઈટર વિમાનોને ફોરવર્ડ બેઝ ઉપર તહેનાત કરી દીધા. ચીન સાથેની સરહદ ઉપર હેલિકોપ્ટર અને ફાઈટર વિમાનોથી સતત નિરીક્ષણ કરવાનુ શરૂ કરાયુ. અને મુખ્યપ્રધાનોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જવાનોનું બલિદાન એળે નહી જાય

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

18 જૂન
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને ફોન પર વાત કરી. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે, ગલવાનમાં થયેલી હિંસક અથડામણ માટે ચીન જવાબદાર છે. ચીને પૂર્વ તૈયારીઓ સાથે હુમલો કર્યો છે. વિદેશ પ્રધાનના સ્પષ્ટ નિવેદન બાદ ચીન અને ભારતના મેજર જનરલ કક્ષાએ વાતચીતનો દોર શરુ થયો.

21 જૂન
ભારત અને ચીન વચ્ચે હથિયારનો ઉપયોગ નહી કરવા માટે કરાર થયેલા છે. પરંતુ ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ બાદ, ભારતના રક્ષા મંત્રાલયે ભારતીય સૈન્ય માટે મહત્વનો આદેશ કર્યો કે, સૈન્ય પોતાના આત્મ રક્ષણ માટે ગમે ત્યારે હથિયારનો ઉપયોગ કરી શકશે… રક્ષા મંત્રાલયના આ નિર્ણયથી ચીનને પણ સ્પષ્ટ સંકેત હતો કે બસ હવે બહુ થયુ. ભારતીય જવાનો હવે હાથ નહી હથિયાર ચલાવશે.

24 જૂન
ચીન મુદ્દે ભારતમાં બેઠકો ઉપર બેઠકો યોજાઈ રહી હતી તે સમયે સૈન્ય વડા એમ એમ નરવણે, લદ્દાખ પહોચ્યા. લેહમાં ચીનના પીએલએના જવાનો સાથેની લડાઈમાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોની સૈન્ય હોસ્પિટલમાં મુલાકાત લીધી. સૈન્ય અધિકારઓ સાથે ફોરવર્ડ પોસ્ટ ઉપર નિરીક્ષણ કર્યું. અને દિલ્લીમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ બિપીન રાવત અને સૈન્યની ત્રણેય પાંખના વડાની બેઠક યોજાઈ.

26 જૂન
ભારત અને ચીન સિમા વિવાદને લઈને વિશ્વના અનેક દેશ સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યાં હતા. તે દરમિયાન અમેરીકાના વિદેશ પ્રધાન માઈક પમ્પિયોએ કહ્યુ કે, દક્ષિણ એશિયા ઉપરાંત ભારત ચીન વચ્ચે પ્રવતર્તા સીમાં વિવાદને લઈને અમેરિકા પોતાના વધુ સૈન્યો જવાનોને એશિયામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

29 જૂન
કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ સૈન્ય વડા વી કે સિંહે એક કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા એવો ખુલાસો કર્યો કે, ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણનું મુખ્યકારણ ચીનના સૈન્ય જવાનોએ લગાવેલા ટેન્ટમાં આગ લાગવાનું કારણ જવાબદાર છે. પેટ્રોલિગ પોઈન્ટ 14 ઉપર પેટ્રોલિગ કરી રહેલા ભારતીય સૈન્ય જવાનો ઉપર ચીનના સૈન્ય જવાનોએ હુમલો કર્યો હતો.

30 જૂન
કેન્દ્ર સરકારે સ્માર્ટ ફોનમા ઉપલબ્ધ 59 ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવીને રાતોરાત દુર કરવાનો આદેશ બહાર પાડ્યો. જેમાં ટીકટોક, યુસી બ્રાઉઝર, હેલ્લો, શેયર ઈટ સહીતની એપ્સનો સમાવેશ થાય છે. ભારતના આ પગલાનો ચીનના વિદેશ વિભાગે વિરોધ કરતા કહ્યું કે, બારતે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવુ જોઈએ.

2 જુલાઈ.
રક્ષાપ્રધાન રાજનાથ સિહની લેહ લદ્દાખની મુલાકાત અચાનક રદ કરાઈ. રશિયા પાસેથી મીગ 29 અને સુખોઈ વિમાનો ખરીદવાની મંજૂરી અપાઈ. બીજી બાજુ ચીનની સરકારના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે કોર્પ કર્નલ રક્ષાની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ભારત અને ચીન સરહદ પરના તણાવ દુર કરવા માટે અલગ અલગ જૂથમાં સૈનિકો પોત પોતાની હદમાં પરત ખેચી લેશે. જો કે આ વાત અંગે ભારતે કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી.

3 જુલાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીન સાથે જોડાયેલી લેહ લદ્દાખની સીમા ઉપર જઈને, ચીન સાથે શરૂ થયેલા સીમા વિવાદની સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો. સૈનિકોને સંબોધતા ચીનને કહ્યુ કે ગલવાન સહીત સમગ્ર લેહ અને લદ્દાખ પ્રદેશ ભારતનો છે. ભારતની ભૂમિ પચાવવા માગતા ચીનનો વિસ્તારવાદ હવે નહી ચાલે. ભારતીય સૈન્ય જડબાડોત જવાબ આપશે.

Next Article