કાશ્મીર મુદ્દે આ શું બોલી ગયા પાકિસ્તાન વિદેશ મંત્રી કે પોતાના જ દેશમાં થયો ઘેરાવ, જાણો શું કરી ચોખવટ

|

May 10, 2021 | 8:14 PM

હંમેશા જમ્મુ કશ્મીર મુદ્દે નિવેદન આપતા રહેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી (Shah Mahmood Qureshi) પોતાના એક નિવેદનને લઈને જોરદાર ફસાયા છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાની ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કુરેશીએ અનુછેદ 370ને ભારતનો આંતરિક મામલો ગણાવી દીધો હતો.

કાશ્મીર મુદ્દે આ શું બોલી ગયા પાકિસ્તાન વિદેશ મંત્રી કે પોતાના જ દેશમાં થયો ઘેરાવ, જાણો શું કરી ચોખવટ

Follow us on

હંમેશા જમ્મુ કશ્મીર મુદ્દે નિવેદન આપતા રહેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી (Shah Mahmood Qureshi) પોતાના એક નિવેદનને લઈને જોરદાર ફસાયા છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાની ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કુરેશીએ અનુછેદ 370ને ભારતનો આંતરિક મામલો ગણાવી દીધો હતો.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ત્યારબાદથી પાકિસ્તાનની તેના વિરોધી પક્ષો મોટા પ્રમાણમાં તેની આલોચના કરી રહ્યા છે. વાત ત્યાં સુધી વધી ગઈ કે કુરેશીને સામે આવીને આ બાબતની ચોખવટ કરવી પડી હતી. સોમવારે કુરેશીએ ટ્વીટ કરીને કહ્યું કે જમ્મુ કશ્મીર ભારતનો આંતરિક મામલો ક્યારેય હોય જ ન શકે.

 

ક્યાં કહ્યું હતું કુરેશીએ?

સોશિયલ મીડિયા પર કુરેશીનો જે ઈન્ટરવ્યુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે કહેતા જોવા મળે છે કે અનુચ્છેદ 370ના હટવાથી કોઈ પરેશાની થઈ નથી. 370 પાકિસ્તાન માટે કોઈ મહત્વ નથી ધરાવતું. તેને કહ્યું કે તે ભારતનો આંતરિક મામલો છે. જો કે કુરેશજીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે 35A હટાવવાથી પાકિસ્તાનને વાંધો છે, કારણ કે તેના લીધે ભારત ડેમોગ્રાફીમાં બદલાવ કરી શકશે.

 

 

હવે શું બોલ્યા કુરેશી?

કુરેશીએ ટ્વીટ કરીને ચોખવટ કરી કે જમ્મુ કશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં આંતરરાષ્ટ્રીય વિવાદ માનવામાં આવ્યો છે. આ સમસ્યાનું સમાધાન ત્યારે જ આવી શકશે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નિગરાનીમાં જનમતસંગ્રહ કરવવામાં આવે.

 

 

પોતાના જ દેશમાં થયો વિરોધ

કુરેશીના નિવેદનને લઈને પાકિસ્તાની વિરોધી પાર્ટીઓ કુરેશી પર માછલાં ધોઈ રહી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરિફના પ્રવકતા મોહમદ જુબેરે કહ્યું કે કશ્મીરને લઈને કુરેશીનું નિવેદન પાકિસ્તાનના ઐતિહાસિક વલણથી યુ-ટર્ન લેવા જેવુ છે.

 

તેમને જણાવ્યુ કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માની રહ્યું છે. પરંતુ કુરેશીના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના ઐતિહાસિક વલણથી પોતે યુ-ટર્ન મારી લીધો છે. આપને જાણવી દઈએ કે 5 ઓગષ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરથી અનુચ્છેદ 370 અને 35A હટાવી દીધી હતી.

 

 

તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દીધો હતો. બંધારણના અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ સ્વાયત્તા મળી હતી. વળી, 35A જમ્મુ કાશ્મીર રાજ્ય વિધાન મંડળને સ્થાયી નિવાસી પરિભાષિત કરવા અને તેના નાગરિકોને વિશેષ અધિકાર આપતું હતું.

 

આ પણ વાંચો: Covid 19: કોરોનાની બીજી લહેરમાં અચાનક ઓક્સિજન સ્તર ઘટવાનું કારણ શું છે?

Next Article