Operation Sindoor : આ 12 મુદ્દાઓ પરથી સમજો, ઓપરેશન સિંદૂરથી ભારતને શું મળ્યું?
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 4 દિવસ સુધી ચાલેલા આ તણાવ બાદ બંન્ને દેશ વચ્ચે સિઝફાયરની જાહેરાત થઈ ચૂકી છે. આ 12 પોઈન્ટમાં સમજીએ કે, ઓપરેશન સિંદૂરથી ભારતે શું મેળવ્યું છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેથી તણાવની શરુઆત થઈ હતી.ભારતે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે PoK અને પાકિસ્તાનમાં તેના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અંદાજે 100 આતંકી માર્યા ગયા છે.આવું કરી ભારતે બતાવી દીધું કે, તે કોઈ પણ હુમલાને સહન કરી શકશે નહી.
- ચાર દિવસ સુધી ચાલેલી આ તણાવની સ્થિત બાદ બંન્ને દેશ વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ ચૂકી છે. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને મોટો સંદેશ આપ્યો કે, આતંકવાદ અને ઉકસાવવાની કાર્યવાહી કરી તો મોટો જવાબ મળશે. તો ચાલો આજે આપણે 12 પોઈન્ટમાં સમજીએ ઓપરેશન સિંદૂરથી ભારતને શું મળ્યું ?
- ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના 9 ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદીન જેવા 9 આતંકી સંગઠનોના ઠેકાણા પર હુમલો કર્યો છે.
- સૌથી મોટી વાત ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો. આ હુમલા દ્વારા ભારતે દુનિયાને સાબિત કરી દીધું કે, પાકિસ્તાન ડરી ગયું છે. આ સાથે ભારતે એ માન્યતા પણ તોડી નાખી કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો અલગ છે. તેણે બંનેને નિશાન બનાવ્યા છે.
- ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતે એક લાલ રેખા દોરી છે, જેને પાકિસ્તાન હવે અવગણી શકે નહીં. ભારત લક્ષિત આતંકવાદને સહન કરી શકે નહીં. જો તે આવું કરશે તો તેને યોગ્ય જવાબ મળશે.
- ઓપરેશન સિંદૂર દ્વારા, પહેલી વાર ભારતે આતંકવાદીઓ અને તેમના લક્ષ્યો બંને સામે કાર્યવાહી કરી.
- ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનની નબળી એર ડિફેન્સ સિસ્ટમને સામે લાવી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમની પણ પોલ
ખોલી નાંખી હતી. 25 મિનિટમાં એક સાથે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. SCALP મિસાઇલો અને હેમર બોમ્બથી સજ્જ ભારતીય રાફેલ જેટ્સે કોઈપણ નુકસાન વિના મિશન પૂર્ણ કર્યું.
- ભારતની એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું.S-400 સુદર્શન ચક્ર અને એર ડિફેન્સ સિસ્ટમે સેકન્ડો પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલનો ભુક્કો બોલાવી દીધો છે.
- ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે માત્ર આતંકી ઠેકાણાને ટાર્ગેટ કર્યો છે. કોઈ પણ સેન્ય કે નાગરિકોને ઢાંચો બનાવી નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે આ કામગીરી અત્યંત ચોકસાઈથી હાથ ધરી હતી.
- ભારતે અનેક આતંકી ઠેકાણાનો નાશ કર્યો છે. જેમાં ભારતની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આતંકીવાદી પણ સામેલ છે. એક જ રાતમાં આતંકી મોડ્યૂલના નેતૃત્વનો સફાયો કર્યો હતો.
- ભારતે પાકિસ્તાનના અનેક એર કેમ્પને ટાર્ગટ કર્યો હતો. 3 કલાકમાં ભારતે પાકિસ્તાનના લાહૌર,રાવલપિંડી, સિયાલકોટ,શોરકોટ, જાકોબાબાદ અને રહીમયાર એરબેસ જેવા એરબેસને ટાર્ગેટ કર્યો છે. જેમાં પાકિસ્તાનને પણ મોટું નુકસાન થયું છે.
- ઓપરેશન સિંદૂર દ્વારા ત્રણેય સેનાઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્રણેયનું શાનદાર કોઓર્ડિનેશન પણ જોવા મળ્યું હતુ.
- ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુનિયાને દેખાડી દીધું કે, ભારત પોતાના લોકોની રક્ષા માટે તૈયાર છે, આતંકવાદને જરાય પસંદ કરતું નથી.તેનાથી એ પણ સાબિત થયું કે આતંકવાદીઓ અને તેમના આકાઓ પાસે છુપાવવા માટે કોઈ જગ્યા નથી.
- ભારતને દુનિયાભરમાંથી સમર્થન મળ્યું. આતંકવાદ સામેની ભારતની લડાઈને ઘણા વિશ્વ નેતાઓ સમર્થન આપી રહ્યા છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.