Breaking News: કોઈ પાર્લામેન્ટમાં પહેલીવાર દુનિયા સામે રાખવામાં આવી બે Aliensની ડેડ બોડી, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Video

|

Sep 13, 2023 | 6:08 PM

શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે અથવા તે માત્ર એક કોન્સપિરેસી થિયરીનો ભાગ છે? આ સવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ બે કથિત એલિયન્સના મૃતદેહોને દુનિયાની સામે લાવીને મેક્સિકોની સંસદમાં હોબાળો મચાવ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે પેરુના કુઝકોમાંથી મળી આવ્યા છે. કથિત રીતે, એલિયન્સના મૃતદેહો હજારો વર્ષ જૂના હોવાનું કહેવાય છે.

Breaking News: કોઈ પાર્લામેન્ટમાં પહેલીવાર દુનિયા સામે રાખવામાં આવી બે Aliensની ડેડ બોડી, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Video

Follow us on

શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે અથવા તે માત્ર એક કોન્સપિરેસી થિયરીનો ભાગ છે? આ સવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ બે કથિત એલિયન્સના મૃતદેહોને દુનિયાની સામે લાવીને મેક્સિકોની સંસદમાં હોબાળો મચાવ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે પેરુના કુઝકોમાંથી મળી આવ્યા છે. કથિત રીતે, એલિયન્સના મૃતદેહો હજારો વર્ષ જૂના હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: Dubai News : સંજુ સેમસન હવે ક્રિકેટ નહીં પણ આ ગેમમાં ફટકારી રહ્યો છે મોટા શોટ, Video સોશિયલ મીડિયા પર વાયરલ

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સ્પેનિશ ન્યૂઝ વેબસાઈટ માર્કાના રિપોર્ટ અનુસાર, મેક્સિકો સિટીના વૈજ્ઞાનિકોએ એક સત્તાવાર ઈવેન્ટ દરમિયાન બે કથિત એલિયન્સના ડેડ બોડીને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ કાર્યક્રમનું નેતૃત્વ મેક્સિકન પત્રકાર અને યુફોલોજિસ્ટ જેઈમ મૌસન દ્વારા કરવામાં આવ્યું હતું, જે દાયકાઓથી પેરાનોર્મલ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ત્યારે મેક્સિકન વૈજ્ઞાનિકો સહ-યજમાન હતા. વાયરલ થયેલી ક્લિપમાં, બે અલગ-અલગ લાકડાના બોક્સમાં બે ‘બિન-માનવ’ મૃતદેહો જોઈ શકાય છે. આ દરમિયાન અમેરિકન્સ ફોર સેફ એરોસ્પેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને યુએસ નેવીના ભૂતપૂર્વ પાયલટ રેયાન ગ્રેવ્સ પણ હાજર હતા.

અહીં એલિયન્સના કથિત મૃતદેહનો વીડિયો જુઓ

વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ બંને મૃતદેહો પૃથ્વીનો ભાગ નથી. આ તે જીવો છે જે તેઓએ UFO ના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. બંને અવશેષો બની ગયા હતા. આ મમીફાઈડ નમુનાઓને  લાકડાના બોક્સમાં રાખવામાં આવ્યા હતા. તેમના તારણો વિશે માહિતી આપતા માવસને જણાવ્યું હતું કે, તાજેતરમાં મેક્સિકોની ઓટોનોમસ નેશનલ યુનિવર્સિટીમાં યુએફઓ સેમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યાં વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગની મદદથી ડીએનએ પુરાવાનું વિશ્લેષણ કર્યું.

ઇવેન્ટ દરમિયાન, પ્રોફેસર અબ્રાહમ અવી લોએબ, હાર્વર્ડ એસ્ટ્રોનોમી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અને ‘ઓમુઆમુઆ થિયરીના લેખક, મેક્સિકન સરકારને વીડિયો કૉલ દ્વારા વિનંતી કરી કે વૈજ્ઞાનિકોને એલિયન અસ્તિત્વની શક્યતાઓનો અભ્યાસ કરવાની મંજૂરી આપે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:42 pm, Wed, 13 September 23

Next Article