Vaccination in USA : એમરિકામાં 16 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવાશે કોરોના વેક્સીન

|

Apr 20, 2021 | 3:43 PM

Vaccination in USA : અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાઈ રહી છે.

Vaccination in USA : એમરિકામાં 16 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવાશે કોરોના વેક્સીન
FILE IMAGE

Follow us on

Vaccination in USA : કોરોનાની સામેની લડાઈમાં ભારતે રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજા તબક્કાના રસીકરણની જાહેરાત કરી છે. આ તબક્કામાં 18 થી વધુ વર્ષની ઉમરના તમામ લોકોને કોરોના વેક્સીન લાગવાવમાં આવશે. અમેરિકાએ પણ હવે નિર્ણય લીધો છે કે હવે 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાશે. જો કે અમેરિકાના આ નિર્ણય પહેલા જ અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાઈ રહી છે.

16 વર્ષથી ઉપરના તમામને અપાશે રસી
કોરોના સામે વેક્સીનેશનમાં અમેરિકાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકામાં હવે 16 અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ કોરોના રસીકરણ માટે પાત્ર બનશે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ વિભાગે સોમવારે આ માહિતી આપી. અમેરિકાની આરોગ્ય એજન્સીઓની તાજેતરની ભલામણો અનુસાર, 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો, જેમની કોવિડ સંક્રમિત હોય અને ગંભીર હોય અને જીવનના અસ્તિત્વનું જોખમ હોય તેઓને પહેલા રસી આપવી જોઈએ.

આ રાજ્યોમાં પહેલેથી જ 16+ને રસી અપાઈ રહી છે
અમેરિકાના આ નિર્ણય પહેલા જ અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન (Vaccination in USA) લગાવાઈ રહી છે. આ રાજ્યોમાં પહેલી વાર અલાસ્કાએ આ જાહેરાત કરી હતી અને આ દિશામાં રસીકરણ આગળ વધાર્યું હતું. અલાસ્કા બાદ જ્યોર્જિયા, ટેક્સાસ અને કેલિફોર્નિયા સહિતના કેટલાક રાજ્યોએ આ વયમર્યાદા ઘટાડી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રાષ્ટ્રપતિ જો બાઇડને કરી હતી જાહેરાત
એપ્રિલ 19 એપ્રિલના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાજ્યોને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે રસીની યોગ્યતાને વિસ્તૃત કરવા નિર્દેશ આપ્યો હતો. 16 વર્ષથી ઓછી વયના લોકો માટે હજી સુધી કોઈ કોવિડ રસી અધિકૃત નથી, જો કે પરીક્ષણ ચાલી રહ્યું છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ વિભાગ અનુસાર, અડધાથી વધુ પુખ્ત વયના લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.

અમેરિકામાં કોરોના રસીકરણ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકામાં કોરોના રસીકરણ (Vaccination in USA)ના પ્રથમ 75 દિવસના કાર્યકાળ દરમિયાન 15 કરોડ ડોઝવરિષ્ઠ નાગરિકોને આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 75 ટકા વરિષ્ઠ નાગરિકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે 100 દિવસનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં તે રસીકરણના આંકડા 20 કરોડને વટાવી જશે.

Next Article