
અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ અમેરિકી કંપનીઓ ગયા વર્ષે ટ્રમ્પના ટેરિફ લગાવવા પર જે અબજો ડૉલરનું ચુકવ્યા હતા. તેનુ શું થશે? આના પર ટ્રમ્પ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે પ્રશાસને ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારે વસુલવામાં આવેલા ટેક્સને પરત કરવાનું વચન આપ્યુ હતુ. જો કે, વહીવટીતંત્ર કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ રિફંડ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તે સમજાવ્યું નથી. આનો અર્થ એ થયો કે ભારતીય નિકાસકારોને થયેલા નુકસાન માટે વળતર આપવાની કોઈ વ્યવસ્થા નથી. 30 લાખથી વધુ વ્યવસાયોએ 170 અબજ ડોલર (આશરે રૂ.15 લાખ 42 હજાર કરોડ) ટેરિફ રદ કરવાની માંગ કરી છે. ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમિયાન લખ્યું હતું કે અબજો ડોલરની ચુકવણીની યુએસ ટ્રેઝરી પર નોંધપાત્ર અસર પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આયાતકારો પાસેથી એકત્રિત કરેલા અબજો ડોલરની ચુકવણી સરકાર કેવી રીતે કરશે તે અંગે કોર્ટ આજે...
Published On - 9:32 pm, Sat, 21 February 26