અમેરિકાથી તાલિબાનને આંચકો, અફઘાનિસ્તાનની જપ્ત કરેલી સંપત્તિ છોડવાનો કર્યો ઈનકાર

|

Nov 20, 2021 | 4:16 PM

યુ.એસ.એ તાલિબાનને ફટકો આપતા અફઘાન અસ્કયામતો છોડવાની તેની માંગને નકારી કાઢી છે. અમેરિકાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે અફઘાનિસ્તાનમાં રોકડની ભારે અછત છે.

અમેરિકાથી તાલિબાનને આંચકો, અફઘાનિસ્તાનની જપ્ત કરેલી સંપત્તિ છોડવાનો કર્યો ઈનકાર
Amir khan Muttaqi (File Photo

Follow us on

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરીને હવે ત્યાં સત્તા જમાવી લીધી છે. અફઘાનિસ્તાનમાં રહેલા વિદેશી હથિયારો પર પણ તાલિબાને કબ્જો કરી લીધો છે અને આ અંગેનું તેણે થોડા દિવસ પહેલા શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતુ. આ હથિયારોમાં અમેરિકા (America)ના હથિયાર પણ સામેલ હતા. જો કે હવે અમેરિકાએ પણ તેનો જવાબ આપ્યો છે અને અમેરિકાએ અફઘાનિસ્તાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની તાલિબાનની માંગને ફગાવી દીધી છે.

 

અફઘાનિસ્તાનમાં રોકડ સંકટ વચ્ચે તાલિબાન માટે દેશ ચલાવવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન માટે વધુ એક સંકટ ઊભુ કર્યુ છે. અમેરિકાએ અફઘાનિસ્તાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાનો ઈન્કાર કરી દીધો છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તાલિબાને કરી હતી માગ

તાલિબાને આ અફઘાનિસ્તાનની સંપત્તિ અંગે યુએસ કોંગ્રેસને પત્ર લખ્યો હતો. અમેરિકી કોંગ્રેસને લખેલા પત્રમાં અફઘાનિસ્તાન તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સંપત્તિ જપ્ત કરવાથી કોઈ સમસ્યા હલ થઈ શકે નહીં. તેમણે યુ.એસને દેશની સંપત્તિ મુક્ત કરવા અને બેંકો પરના પ્રતિબંધો હટાવવા વિનંતી કરી.

 

નિર્ણયની સમીક્ષા કરવા જણાવ્યું

મુત્તાકીએ કહ્યું કે દોહા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ અફઘાનિસ્તાન અને અમેરિકા હવે સંઘર્ષ કે સૈન્ય વિરોધની સ્થિતિમાં નથી. વધુમાં મુત્તકીએ પત્રમાં લખ્યું છે કે જો સંપત્તિ જપ્ત કરવામાં આવશે તો યુદ્ધગ્રસ્ત દેશમાં મુશ્કેલીઓ વધી જશે, કારણ કે શિયાળાનો સમય આવી રહ્યો છે. તેમણે યુએસ કોંગ્રેસ અને યુએસ સરકારને વિનંતી કરી છે કે તેઓ તેમના નિર્ણયની સમીક્ષા કરે અને સંપત્તિઓ મુક્ત કરે.

 

અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ થોમસ વેસ્ટે આ મુદ્દા અંગે અનેક ટ્વીટ કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં 9 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ જાહેર નહીં કરે તો માનવતાવાદી કટોકટી ઊભી થઈ શકે છે.

 

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ”અમેરિકાએ ઘણા વર્ષોથી તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તે મંત્રણાના બદલે બળ વડે દેશ પર કબજો જમાવી લેશે તો આંતરરાષ્ટ્રીય સમુદાયની બિન-માનવીય સહાય પણ બંધ થઈ જશે”

 

યુએસની માનવતાવાદી સહાય

થોમસ વેસ્ટે કહ્યું કે ”યુએસ માનવતાવાદી સહાય સાથે અફઘાન લોકોને સમર્થન કરવાનું ચાલુ રાખશે. આ માટે અમેરિકાએ આ વર્ષે 474 મિલિયન ડોલરની મદદ કરી છે. વાસ્તવમાં ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી જ યુએસએ અફઘાન સેન્ટ્રલ બેંકની $9 બિલિયનથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.

 

આ પણ વાંચો : કરતારપુર ગુરુદ્વારા પહોચેલા નવજોતસિંહ સિદ્ધુનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ ઈમરાનખાન મારા મોટાભાઈ, પાકિસ્તાન તરફથી મને બહુ પ્રેમ મળ્યો

 

આ પણ વાંચો : Tim Paine Scandal: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ટિમ પેનના ભવિષ્ય માટે ખરાબ સંકેત આપ્યા, કહ્યુ પહેલા ખબર નહોતી નહિંતર કેપ્ટન ના હોત

Next Article