
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ તેમણે પોતાના ભાષણમાં અનેક જાહેરાતો કરી અને એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યા. જેણે વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ જાહેરાતોમાં ટ્રમ્પે પનામા કેનાલ પર અમેરિકન નિયંત્રણ વિશે પણ વાત કરી. ટ્રમ્પે પનામા કેનાલ સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા અને કહ્યું કે તેના નિર્માણમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે પનામા કેનાલ લઈને જ રહીશું. આ નિવેદન બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે, ત્યારે આ લેખમાં પનામા કેનાલ વિવાદ શું છે અને ટ્રમ્પ પનામા કેનાલ પર કેમ કબજો મેળવવા માંગે છે, તેના વિશે જાણીશું. પનામા લઈને જ રહીશું : ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ વારંવાર મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પનામા કેનાલની માલિકી પાછી લેવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી. ટ્રમ્પે પોતાના ભાષણમાં પનામાના કબજાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમેરિકન જહાજો પાસેથી નહેર પાર કરવા માટે અન્ય જહાજો...
Published On - 3:47 pm, Thu, 23 January 25