આ અમેરિકી નેતાએ પહેલા કુરાન સળગાવ્યુ.. પછી કહ્યુ હું ઈસ્લામને કરી ખતમ દઈશ… ભારતને ઉપદેશ દેનારા મુસ્લિમ દેશો હવે કરશે વિરોધ?

ટ્રમ્પની સમર્થક રિપબ્લિકન નેતા વૈલેંટીના ગોમેઝે એક નવો વિવાદ ખડો કરી દીધો છે. ગોમેઝે એક ભડકાઉ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમા તે કુરાન સળગાવતી દેખાઈ રહી છે.

આ અમેરિકી નેતાએ પહેલા કુરાન સળગાવ્યુ.. પછી કહ્યુ હું ઈસ્લામને કરી ખતમ દઈશ... ભારતને ઉપદેશ દેનારા મુસ્લિમ દેશો હવે કરશે વિરોધ?
| Updated on: Aug 26, 2025 | 5:09 PM

રાષ્ટ્રપતિ ટ્રમ્પના “મેક અમેરિકા ગ્રેટ અગેન” અભિયાનના કટ્ટર સમર્થક અને ભૂતપૂર્વ રિપબ્લિકન ઉમેદવાર વેલેન્ટિના ગોમેઝે એક વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં તે મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુરાનને બાળતી જોવા મળી રહી છે. મુસ્લિમ વિરોધી નિવેદનો માટે જાણીતી ગોમેઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હું ટેક્સાસમાં ઇસ્લામનો અંત લાવીશ. ભગવાન મારી મદદ કરે.” ગોમેઝનો આ વીડિયો વિશ્વભરના મુસ્લિમોનો ગુસ્સો ભડકાવી શકે છે. જોકે, ઘણા કલાકો વીતી ગયા પછી પણ, કોઈપણ મુસ્લિમ દેશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઇસ્લામનો અંત લાવવાની ધમકી

ગોમેઝે લખ્યું, “મુસ્લિમો ખ્રિસ્તી દેશો પર કબજો કરવા માટે બળાત્કાર અને હત્યા કરી રહ્યા છે. મને કોંગ્રેસ સુધી પહોંચવામાં મદદ કરો જેથી તમારે ક્યારેય તેમના બવકુફીભરેલા પહાડો સામે ઝુકવુ ન પડે.” વીડિયોમાં, ગોમેઝને કહેતા સાંભળી શકાય છે કે ઇસ્લામનો કાયમ માટે અંત લાવવો જોઈએ.

મુસલમાનોને અમેરિકા છોડી દેવા કહ્યું

તેણીએ કહ્યું, “હું ટેક્સાસમાંથી ઇસ્લામનો અંત લાવીશ, તેથી ભગવાન મારી મદદ કરે.” એમ પણ કહ્યું કે ‘મુસ્લિમો 57 મુસ્લિમ દેશોમાંથી કોઈપણમાં જઈ શકે છે.’ ગોમેઝનો આ વીડિયો તેમના પ્રચારનો એક ભાગ છે, જેમાં તેમણે કોંગ્રેસમાં જવા માટે લોકો પાસેથી સમર્થન પણ માંગ્યું છે.

મુસ્લિમ વિરોધી ભાષણો માટે કુખ્યાત

પોતાના પ્રચાર અભિયાનોમાં મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકનારી વેલેન્ટિના ગોમેઝે આ વર્ષે મે મહિનામાં ટેક્સાસ સ્ટેટ કેપિટલમાં નફરતથી ભરેલા ભાષણો સાથે મુસ્લિમ રેલીમાં વિક્ષેપ પાડ્યો હતો. ગોમેઝ સભા દરમિયાન સ્ટેજ પર ચઢી ગઈ હતી અને આયોજકો પાસેથી માઈક છીનવી લીધું અને આક્રમક મુસ્લિમ વિરોધી ભાષણ શરૂ કર્યું. ગોમેઝે તે ઘટનાના ફૂટેજ શેર કરતા કહ્યું, ‘ટેક્સાસમાં ઇસ્લામ માટે કોઈ સ્થાન નથી. મને કોંગ્રેસમાં જવા માટે મદદ કરો જેથી આપણે અમેરિકાના ઇસ્લામીકરણનો અંત લાવી શકીએ. હું ફક્ત ભગવાનથી ડરું છું.’

ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો કેસનોવા, શૅન વોર્નથી પણ વધુ ઐયાશ, વિલાસી જિંદગી જીવનારો ટીનો બેસ્ટ ખુદને કેમ ગણાવે છે બ્લેક બ્રાડ પિટ- વાંચો

Published On - 2:31 pm, Tue, 26 August 25

Follow Us