અફઘાનિસ્તાનને અમેરિકા કરશે 470 કરોડની સહાય, તાલીબાનને લઈને જણાવી આ વાત

|

Sep 13, 2021 | 11:25 PM

Afghanistan Help: તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ ત્યાંના લોકો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકા આ ​​લોકોની મદદ માટે આગળ આવ્યું છે અને 470 કરોડની સહાયની જાહેરાત કરી છે.

અફઘાનિસ્તાનને અમેરિકા કરશે 470 કરોડની સહાય, તાલીબાનને લઈને જણાવી આ વાત
અમેરિકા અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડશે.

Follow us on

US Help Afghanistan:  સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમ્પસન-ગ્રીનફિલ્ડે (Linda Thompson-Greenfield) કહ્યું છે કે અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ ખૂબ ગંભીર છે. અમેરિકા 64 મિલિયન ડોલર (આશરે 470 કરોડ રૂપિયા)ની માનવીય સહાય આપવા તૈયાર છે.

 

આ સાથે તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ભવિષ્યમાં વધુ સહાયતા પર વિચાર કરવામાં આવશે. ગ્રીનફિલ્ડે જીનીવામાં અફઘાનિસ્તાન પર આયોજીત માનવીય પરીષદમાં તાલીબાનને તેની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા હાકલ કરી હતી અને તાલિબાન દ્વારા સહાયતા વિતરણમાં અવરોધ પેદા કરવાના સમાચારોનો પણ ઉલ્લેખ કર્યો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

યુએસ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનિસ્તાનમાં માનવીય અભિયાનને ટેકો આપવા માટે 2 કરોડ યુએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશના લોકો દાયકાઓની પીડા અને અસુરક્ષા બાદ પોતાના સૌથી ખરાબ અને જોખમી સમયનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય માટે હવે તેમની સાથે ઉભુ રહેવાનો સમય છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોને ખોરાક, દવા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને સુરક્ષાની તાતી જરૂરિયાત છે.

 

લોકો પાસે જમવા માટે પણ પૈસા નથી

અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તી તાલિબાનના કબ્જા પહેલા પણ માનવતાવાદી સહાય પર નિર્ભર હતી, પરંતુ તાલિબાનના કબ્જા પછી સહાય પર નિર્ભર લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં વ્યવસાયો ઠપ્પ થઈ ગયા છે અને રોકડની તીવ્ર અછત ઉભી થઈ છે.

 

જેના કારણે લોકોને તેમની ઘરની વસ્તુઓ (Humanitarian Crisis in Afghanistan) વેચવાની ફરજ પડી રહી છે. લોકો કહે છે કે તેમની પાસે ખાવા માટે પણ પૈસા નથી, તેથી તેઓ ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ બજારમાં વેચી રહ્યા છે. તેમને દેશની બેંકોમાંથી દર અઠવાડિયે 200 ડોલર ઉપાડવાની છૂટ છે, પરંતુ તેના માટે લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહીને ઘણા પ્રયત્નો કરવા પડે છે.

 

 વૈશ્વિક આતંકવાદીને આપવામાં આવ્યું ગૃહમંત્રીનું પદ

વિશ્વ સમુદાય સાથેની વાતચીતમાં તાલીબાને સમાવેશી સરકાર બનાવવાનું વચન આપ્યું હતું. જેમાં લઘુમતીઓ અને અફઘાન રાજનેતાઓનો સમાવેશ કરવાની વાત હતી. પરંતુ જ્યારે તેણે ગયા અઠવાડિયે આંતરિક સરકારની જાહેરાત કરી ત્યારે આ વાત ખોટી સાબિત થઈ.

 

તાલિબાનોએ સમાવેશી સરકાર બનાવી નથી. દુનિયાને વધુ હેરાન કરનારી બાબત એ છે કે આતંકી સંગઠન હક્કાની નેટવર્કના લોકોને આ સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. વૈશ્વિક આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રીનું પદ આપવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારના મંત્રી પર 127 કરોડના કૌભાંડનો આરોપ, NCP નેતા હસન મુશ્રીફ ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે કરશે 100 કરોડનો માનહાનીનો દાવો

 

આ પણ વાંચો : Afghanistan: તાલિબાનોએ અમરૂલ્લાહ સાલેહના ઘરમાં પ્રવેશ કર્યો, 48 કરોડ રૂપિયા અને સોનાની ઇંટો મળી હોવાનો દાવો, જુઓ VIDEO

Next Article