
વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ ફોર્ડ પર સવાર નાવિકોની હાલત બદ્દતર બની છે. ઈરાન-ઈરાની આક્રમણ શરૂ કરતી વખતે તેઓ ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સૂત્રો અનુસાર ઍરક્રાફ્ટ કેરિયર પર સાંકડા પાઈપોને કારણે શૌચાલય વારંવાર ભરાઈ જાય છે, જેના કારણે સેંકડો ખલાસીઓને કલાકો સુધી લાઇનમાં રાહ જોવી પડે છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર વારંવાર શૌચાલય ભરાઈ જવાથી ગટર વ્યવસ્થા ખોરવાાઈ રહી છે. , જેના કારણે ક્રૂના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આ સમસ્યા ત્યારે આવી છે જ્યારે ઍરક્રાફ્ટ કેરિયર ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે અને પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યુ છે, આ સમસ્યાએ અમેરિકાની ઓપરેશનલ તૈયારી સામે ગંભીર સવાલ ખડા કર્યા છે.
તાજા રિપોર્ટ અનુસાર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (CVN-78) આજે ગ્રીસની સૌડા ખાડીમાં ક્રેટ નેવલ બેઝ પર લાંબી પોર્ટ વિઝિટ માટે પહોંચી ગયુ છે. મળતા અહેવાલ અનુસાર હવે આ જહાજની મરમ્મત કરવામાં આવશે. પુરવઠો ફરીથી ભરશે ત્યાં સુધી જહાજ પર સવાલ ખલાસીઓને આરામ કરવાનું કહેવાશે. ત્યારબાદ, ફરી એકવાર ઇઝરાયલને ટેકો આપવા માટે પશ્ચિમી એશિયા માટે રવાના થશે. તે ઇઝરાયલ નજીક પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ તેની યાત્રા શરૂ કરશે.
વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, યુએસએસ ફોર્ડ એરક્રાફ્ટ કેરિયરના ક્રૂને 45 મિનિટ સુધી લાઇનમાં રાહ જોવી પડે છે. ઇતિહાસમાં સૌથી મોંઘુ આ એરક્રાફ્ટ કેરિયર અમેરિકી તાકાતને પ્રોજેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પોતાના ક્રૂ માટે બેસિક સફાઈની વ્યવસ્થા પુર પાડવામાં પણ અસમર્થ છે. આ સમસ્યા જાન્યુઆરીથી ચાલી રહી છે, જ્યારે યુદ્ધ જહાજને કેરેબિયનમાં તૈનાત કરવામાં આવ્યું હતું. અમેરિકાએ આ એરક્રાફ્ટ કેરિયરથી વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો.
અહેવાલો અનુસાર, ગયા વર્ષે જૂનથી જહાજ સતત સમુદ્રમાં છે. આ સમયગાળા દરમિયાન, તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘણા તેલ ટેન્કરો કબજે કર્યા હતા અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કબજે કર્યા હતા, અને હવે તેને ઇઝરાયલને મદદ કરવા માટે મોકલવામાં આવ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા મેળવેલા સેટેલાઇટ ફોટા અનુસાર, ફોર્ડ શુક્રવારે સ્ટેટ ઓફ જિબ્રાલ્ટરમાંથી પસાર થયું અને પૂર્વ તરફ આગળ વધ્યું.
જુઓ વીડિયો
THE PLANNED U.S. ATTACK ON IRAN has a hitch: most of the missile-targeting crew are queuing for toilets on the lead vessel, the USS Gerald R Ford.
This is not a joke. A set of emails was obtained by NPR, a US public broadcasting group, revealing that toilet wars have broken out… pic.twitter.com/2rbq7d5CK2
— Nury Vittachi (@NuryVittachi) February 23, 2026
નિવૃત્ત રીઅર એડમિરલ માર્ક મોન્ટગોમેરીએ અમેરિકન અખબારને જણાવ્યું હતું કે શાંતિકાળ દરમિયાન કેરિયરની સામાન્ય રીતે 6 મહિના માટે તૈનાતી હોય છે. જો કે, તેમણે કહ્યું કે ફોર્ડના ખલાસીઓ પહેલાથી જ આઠ મહિનાથી ઘરથી દૂર છે, જેનાથી 11 મહિનાની સંભવિત તૈનાતી નક્કી થઈ છે. આ યુએસ નેવી જહાજ દ્વારા સૌથી લાંબી સતત તૈનાતીનો રેકોર્ડ તોડી નાખશે. ફોર્ડ પર સવાર એક નાવિકે જર્નલને જણાવ્યું હતું કે ઘણા ક્રૂ સભ્યો ગુસ્સે અને નારાજ છે. કેટલાકે તો યુએસ નેવી છોડવાની વાત પણ કરી છે. ઘણા ખલાસીઓ મહિનાઓ સુધી તેમના પરિવારને ન મળી શકવાને કારણે ભારે રોષ અને હતાશા અનુભવી રહ્યા છે.
ઘણા ખલાસીઓ તેમના બાળકોના જન્મદિવસ, બાળકનો જન્મ અથવા તો કોઈ પ્રિયજનના અંતિમ સંસ્કાર ચૂકી ગયા છે. ફોર્ડ એરક્રાફ્ટ કેરિયરના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન ડેવિડ સ્કારોસીએ વધારાના એક્સટેન્શનની પીડાને સ્વીકારતા કહ્યું કે તેનાથી તેમને પણ આશ્ચર્ય થયું. બીજા એક્સટેન્શનની જાહેરાત પછી 14 ફેબ્રુઆરીએ ક્રૂના પરિવારોને લખેલા પત્રમાં, તેમણે લખ્યું હતું કે તેઓ થોડા અઠવાડિયામાં ઘરે પાછા ફરવાની અને તેમના ઘરના બેકયાર્ડની વાડની મરમ્મત કરવાની આશા રાખી રહ્યા છે.
આ એરક્રાફ્ટ કેરિયર પર લગભગ 5,000 ક્રૂ સભ્યો છે. તેમાંના મોટાભાગના 20 અને 25 વર્ષના યુવાન પુરુષો અને સ્ત્રીઓ છે, જેઓ હવે તેમના માતાપિતા અને પરિવારોને યાદ કરી રહ્યા છે. સંવેદનશીલ મિશનને કારણે, તેમને ભાગ્યે જ તેમના પરિવારો સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયાથી દૂર છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે તેઓ બાકીના વિશ્વથી અલગ પડી જાય છે. આ પરિસ્થિતિ તેમના ગુસ્સાને વધુ ભડકાવી રહી છે.