AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનના મોટા હુમલાથી અમેરિકાને મોટો ઝટકો? US ફાઇટર જેટને નુકસાનનો ઈરાનનો દાવો

ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઈરાને જોર્ડનમાં અમેરિકી ફાઈટર જેટ અને ટેન્કર વિમાનોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટ પર ભીષણ હુમલા કર્યા છે.

ઈરાનના મોટા હુમલાથી અમેરિકાને મોટો ઝટકો? US ફાઇટર જેટને નુકસાનનો ઈરાનનો દાવો
| Updated on: Jul 17, 2026 | 9:25 PM
Share

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ સ્થળો પર હુમલા કર્યા બાદ હવે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. ઈરાનના જણાવ્યા મુજબ, જોર્ડનમાં તૈનાત અમેરિકાના અનેક ફાઇટર જેટ અને ટેન્કર વિમાનોને બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવવામાં આવ્યા છે.

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે આ હુમલામાં એક અમેરિકન ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે અનેક ટેન્કર એરક્રાફ્ટ અને અન્ય ફાઇટર જેટનો નાશ થયો છે અથવા તેમને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, આ દાવાની અમેરિકા અથવા અન્ય કોઈ સ્વતંત્ર સ્ત્રોત દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

IRGCના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ‘ઓપરેશન નસર-2’ના 14મા તબક્કાનો ભાગ હતી. આ ઓપરેશન દરમિયાન બે અલગ-અલગ તબક્કામાં અનેક બેલિસ્ટિક મિસાઈલ અને મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનનો દાવો છે કે આ હુમલો તેના સૈનિકોના મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, IRGCએ એવો પણ દાવો કર્યો છે કે સીરિયાના અલ-તાન્ફ વિસ્તારમાં આવેલા અમેરિકાના સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવા અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

બીજી તરફ, જોર્ડનની સેનાએ જણાવ્યું છે કે તેણે પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી ઈરાનની ત્રણ બેલિસ્ટિક મિસાઈલને સફળતાપૂર્વક તોડી પાડી હતી. જોર્ડને પોતાના હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

હુમલાની તીવ્રતા વધી

આ દરમિયાન અમેરિકા દ્વારા પણ ઈરાનમાં હુમલાની તીવ્રતા વધારવામાં આવી હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, અમેરિકાએ અનેક પુલ, પાવર પ્લાન્ટ અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી હતી. સાથે જ ઈરાનના એક મહત્વપૂર્ણ બંદર પર આવેલા ટાવરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

ઈરાની મીડિયા અનુસાર, હોર્મોઝગાન પ્રાંતના બંદર ખામીર વિસ્તારમાં આવેલા બે પુલ પર થયેલા અમેરિકન હવાઈ હુમલામાં સાત નાગરિકોના મોત થયા હતા, જ્યારે અન્ય નવ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ દાવાની પણ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા આ સંઘર્ષને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનું વાતાવરણ વધુ ગંભીર બન્યું છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેની સ્થિતિ કેવી દિશામાં આગળ વધે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

 ઈરાન પર અમેરિકાનો ભીષણ હુમલો… હવાઈ એટેકમાં 7 લોકોના મોત, વીડિયો આવ્યો સામે

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">