AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન પર અમેરિકાનો ભીષણ હુમલો… હવાઈ એટેકમાં 7 લોકોના મોત, વીડિયો આવ્યો સામે

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. અમેરિકાએ તેના હવાઈ હુમલાઓનું પ્રમાણ વધારીને ઈરાનના મુખ્ય બંદર 'બંદર અબ્બાસ' અને રાજધાની તેહરાનને જોડતા રસ્તાઓ તેમજ ઓમાનની ખાડીમાં આવેલા ચાબહાર પોર્ટને નિશાન બનાવ્યું છે.

Breaking News: ઈરાન પર અમેરિકાનો ભીષણ હુમલો... હવાઈ એટેકમાં 7 લોકોના મોત, વીડિયો આવ્યો સામે
Image Credit source: AI Generated
| Updated on: Jul 17, 2026 | 6:20 PM
Share

ઈરાન અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. શુક્રવારની સવારે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના હવાઈ હુમલાનો વ્યાપ વધારતા અન્ય કેટલાક પુલો અને વીજળીના સાધનોને નિશાન બનાવ્યા. વધુમાં ઈરાનના એક મહત્વના બંદર પર બનેલા ટાવરને તોડી પાડ્યો.

આ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ધમકીઓનો એક ભાગ છે, જેમાં તેમણે તેહરાન પર હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) પર પોતાની પકડ ઢીલી કરવાનું દબાણ બનાવવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની વાત કહી હતી.

અમેરિકાનો ઈરાનના બંદર ખમીર પર ‘મોટો હુમલો’

ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, શુક્રવારની રાત્રે ઈરાનના દક્ષિણ હોર્મોઝગાન પ્રાંતમાં અમેરિકી હવાઈ હુમલામાં પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. આ હુમલાઓમાં હોર્મુઝ (Strait of Hormuz) પાસે ઈરાનના દરિયાકાંઠે વસેલા શહેર બંદર ખમીરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ હુમલાને જોઈને એવું લાગે છે કે, હાઈવે અને રેલવે પુલો પર કરવામાં આવેલા હુમલાઓનો હેતુ ઈરાનના મુખ્ય બંદર, બંદર અબ્બાસનો સંપર્ક દેશના મધ્ય વિસ્તાર તેમજ રાજધાની તેહરાન તરફ જતા રસ્તાઓ વચ્ચેનો સંપર્ક તોડી નાખવાનો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંદર ખમીર સહિત અનેક પુલો તૂટેલા કે નાશ પામેલા જોવા મળી રહ્યા છે.

હુમલામાં ચાબહાર પોર્ટ પરનો એક ટાવર પણ ધરાશાયી થયો

અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, તેણે પોતાના તાજેતરના હવાઈ હુમલામાં ડઝનબંધ ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ હુમલા શુક્રવાર સવાર સુધી ચાલ્યા અને આ અમેરિકી હુમલાની સતત છઠ્ઠી રાત હતી.

સરકારી સમાચાર એજન્સી IRNA ના અહેવાલ મુજબ, આ હુમલાઓમાં ઓમાનની ખાડીમાં સ્થિત ઈરાનના ચાબહાર બંદરનો એક ટાવર પણ ધરાશાયી થઈ ગયો. આ બંદર જમીનથી ઘેરાયેલા પાડોશી દેશ અફઘાનિસ્તાન માટે વ્યાપારનો એક મહત્વનો માર્ગ છે.

ચાબહાર બંદર પર અમેરિકી હવાઈ હુમલા પહેલા પણ ઘણી વખત થઈ ચૂક્યા છે. ઈરાનના સરકારી મીડિયાએ આ જગ્યા પર હુમલાના ત્રીજા રાઉન્ડની વાત તો સ્વીકારી પરંતુ ટાવર ધરાશાયી થવાની વાત તરત જ સ્વીકારી નહીં. ઈરાને જણાવ્યું કે, આ ટાવર બંદર પર આવતા-જતા કોમર્શિયલ ટ્રાફિક પર નજર રાખવાનું કામ કરતો હતો.

Breaking News : કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે PR ! સરકારે PGP સ્પોન્સરશિપ કરી દીધી બંધ, ભારતીયોને ઝટકો !

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">