Russia Ukraine War: શું UN માંથી બહાર થઈ જશે રશિયા ? અવળચંડાઈને પગલે અમેરિકા બનાવી રહ્યુ છે પ્લાન

|

Feb 25, 2022 | 7:23 PM

NATO એ યુક્રેનમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિ પર અત્યારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. રશિયા દ્વારા યુક્રેન પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓના મૃત્યુ થયા છે.

Russia Ukraine War: શું UN માંથી બહાર થઈ જશે રશિયા ? અવળચંડાઈને પગલે અમેરિકા બનાવી રહ્યુ છે પ્લાન
Russia Ukraine War (File Photo)

Follow us on

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ઘે સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. યુક્રેનનો (Ukraine) ચેર્નોબિલ વિસ્તાર પહેલેથી જ રશિયાના કબજામાં છે હવે રશિયાની (Russia) સેના યુક્રેનની રાષ્ટ્રીય રાજધાની કીવને કબજે કરવા માટે આગળ વધી રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​રશિયાને UN (United Nations) સુરક્ષા પરિષદમાંથી હાંકી કાઢવાની તૈયારી કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (US House Of Representative) અત્યારે આ અંગેના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયા આ UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે. હાલમાં UNSCનુ પ્રમુખપદ પણ રશિયા પાસે છે. UNSCને સંબોધતા યુક્રેનના રાજદૂતે કહ્યું કે, તેમના દેશને રશિયાથી સુરક્ષિત રાખવુ જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની છે. હું દરેકને યુદ્ધ બંધ કરવા વિનંતી કરું છું.

તમને જણાવી દઈએ કે,નાટોએ યુક્રેનમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. રશિયા દ્નારા યુક્રેન પર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓના મૃત્યુ થયા છે અને આ સંખ્યા સતત વઘી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

યુક્રેનને 1.5 બિલિયન યુરોની આર્થિક સહાય અપાશે

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ સંયુક્ત રાષ્ટ્રે માનવતાવાદી ફંડમાંથી યુક્રેનને 20 મિલિયન ડોલર અને EU આર્થિક સહાય ભંડોળમાંથી 1.5 અબજ યુરો આપવાની જાહેરાત કરી છે. વિશ્વમાંથી જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઈવાન સહિત અન્ય દેશોએ રશિયા પર નવા અને અતિ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ તમામ રાષ્ટ્રોએ રશિયાની યુક્રેન પર કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

ફ્રાન્સ દ્નારા રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની તૈયારી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યુ કે, ફ્રાન્સ અને તેના યુરોપિયન સહયોગીઓએ રશિયા પર વધુ પ્રતિબંધો લાદવા, નાણાં, ઊર્જા અને અન્ય ક્ષેત્રો પર અતિ ભારે દંડ નાખવા સહિત સંબંધિત કાયદાકીય દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને આ અંગે EUની મંજુરી પણ મેળવવામાં આવશે. મેક્રોને વધુમાં જણાવ્યુ કે, EU દ્નારા યુક્રેનને 1.5 બિલિયન યુરોની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાના હુમલાને પગલે યુક્રેન ઘુંટણીયે, શરતો સાથે વાતચીત માટે થયુ તૈયાર

Next Article