Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને (Russia ukraine crisis) 2 મહિના થઈ ગયા છે અને તે હજુ પણ ચાલુ છે. યુક્રેન સતત રશિયન પડકારોનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે લોકો ખૂબ જ પરેશાન છે અને તેઓ ઈચ્છે છે કે યુદ્ધનો વહેલી તકે અંત આવે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન (Antony Blinken) અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનની (Lloyd Austin) યુક્રેનની મુલાકાત બાદ યુક્રેન માટે અમેરિકા દ્વારા નવી સૈન્ય મદદ અને રાજદ્વારી સમર્થનની જાહેરાત કરવામાં આવી છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ કુલીન વર્ગથી જોડાયેલા લોકોને મારવાની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં બે રશિયન કુલીન પરિવારો મૃત હાલતમાં મળી આવ્યા છે. રશિયાની રાજધાની મોસ્કોમાં (Mosco) બેંકિંગ દિગ્ગજ વ્લાદિસ્લાવ અવાયેવ અને તેની પત્ની અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. એક દિવસ કરતાં ઓછા સમય પછી ગેસ એક્ઝિક્યુટિવ સેરગેઈ પ્રોટોસેન્યાને તેની પત્ની અને પુત્રીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
જૂથના ડેપ્યુટી કમાન્ડર સ્વ્યાટોસ્લાવ પામરે જણાવ્યું હતું કે આ વીડિયો રવિવારે પ્લાન્ટમાં (Plant) બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં કેટલાક બાળકોને ઈસ્ટરના અવસર પર ભેટ આપતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક મહિલાએ વિશ્વના નેતાઓને મદદ માટે વિનંતી પણ કરી છે.
યુએસ સ્ટેટ (US State) સેક્રેટરી એન્ટની બ્લિંકન અને ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનની મુલાકાત બાદ યુક્રેન માટે યુએસએ નવી સૈન્ય સહાય અને રાજદ્વારી સમર્થનની જાહેરાત કરી છે. બ્લિન્કેન અને ઓસ્ટિન યુક્રેનની રાજધાની કિવની ટ્રીપ પર ગયા હતા, જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ યુદ્ધગ્રસ્ત દેશની અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓની આ પ્રથમ મુલાકાત છે.
આ પણ વાંચો: જેહાદીઓનો આતંક : બુર્કિના ફાસોમાં આર્મી યુનિટ પર આતંકી હુમલો, 9 સૈનિકો સહિત 15 લોકોના મોત
આ પણ વાંચો: India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,500થી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો