ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

|

Mar 14, 2019 | 4:58 AM

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વિટો પાવરનો ઉપયોગ કરી ભારતના સૌથી મોટાં દુશ્મન આતંકી મૌલાના મસૂદ અઝહરની તરફેણ ચીને કરી છે. જે સાથે જ પુલાવામાં હુમલા બાદ ભારતની મસૂદ અઝહર પર દબાણ લાવવાની સૌથી મોટી પ્રક્રિયાને નિષ્ફળતા મળી છે. જેના પર ન માત્ર ભારત પરંતુ અમેરિકાએ પણ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ […]

ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

Follow us on

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વિટો પાવરનો ઉપયોગ કરી ભારતના સૌથી મોટાં દુશ્મન આતંકી મૌલાના મસૂદ અઝહરની તરફેણ ચીને કરી છે. જે સાથે જ પુલાવામાં હુમલા બાદ ભારતની મસૂદ અઝહર પર દબાણ લાવવાની સૌથી મોટી પ્રક્રિયાને નિષ્ફળતા મળી છે. જેના પર ન માત્ર ભારત પરંતુ અમેરિકાએ પણ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.

અમેરિકાએ ચીનને આપી કડક ચેતાવણી 

UNSC બાદ ચીન અંગે અમેરિકાએ નિવેદન આપતાં કહેવામાં આવ્યું કે, જો ચીન સતત આ રીતની અડચણ બનાવતું રહેશે તો જવાબદાર દેશોને બીજા પગલાં ઉઠાવા પડશે. પાકિસ્તાન ચીનની મદદથી કેટલીય વખત જૈશના સરગના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવતું રહ્યું છે. આ ચોથી વખત છે જ્યારે ચીને આ રીતે તેનો બચાવ કર્યો છે.

અમેરિકાની તરફથી કડક નિવેદન આપતાં કહ્યું કે, જો આ રીતે ચીન મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચતું રહ્યું તો સુરક્ષા પરિષદના અન્ય દેશોને આકરું વલણ અપનાવું પડશે. પરંતુ સ્થિતિ ત્યાં સુધી આવવી જોઇએ નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચીનની નાપાક કરતૂત પછી વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું. ભારતની તરફથી કહેવામાં આવ્યું છે કે ચીનના આ મૂવથી અમે ખૂબ જ નિરાશ છીએ, પરંતુ જે સભ્ય દેશો ભારતના સમર્થનમાં પ્રસ્તાવ આપ્યો અને તેનો સાથ આપ્યો અમે તેમનો આભાર માનીએ છીએ.

દેશમાં પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ભારતની કોશિશને દુનિયાના કેટલાંય મોટા દેશોનો સાથ મળ્યો. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના સભ્ય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ ફરી એકવખત ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને તેના પર પ્રતિબંધ રોકી દીધો છે.

આ પણ વાંચો : શા માટે ચીનને મસૂદ અઝહર પર થઈ રહ્યો છે ‘ખાસ પ્રેમ’ ?, 2002 થી ભારતના પ્રસ્તાવનો ચીન જ માત્ર કરી રહ્યું છે વિરોધ, શું છે કારણ?

એટલું જ નહીં ચીન દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થતા રોકતા સોશિયલ મીડિયા પર ખૂબ ગુસ્સો છે. ભારતમાં લોકો #BoycottChina ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચીનના સામાનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ લોકો ચીનના આ વલણની આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article