મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદ સામે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનો મળ્યો ભારતને સાથ, UNSCમાં પ્રતિબંધનો ફરી મૂક્યો પ્રસ્તાવ, ચીન આપશે સાથ ?

|

Feb 28, 2019 | 3:21 AM

પુલવામા આતંકી હુમલા બાદ આતંક વિરુદ્ધના જંગમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવી ગયા છે. TV9 Gujarati   ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ્ (UNSC)માં પાકિસ્તાન ખાતે આવેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM) તથા તેના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી તેમને બ્લૅકલિસ્ટ કરવાની […]

મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદ સામે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનો મળ્યો ભારતને સાથ, UNSCમાં પ્રતિબંધનો ફરી મૂક્યો પ્રસ્તાવ, ચીન આપશે સાથ ?

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ આતંક વિરુદ્ધના જંગમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવી ગયા છે.

આતંકવાદી મસૂદ અઝહર

TV9 Gujarati

 

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ્ (UNSC)માં પાકિસ્તાન ખાતે આવેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM) તથા તેના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી તેમને બ્લૅકલિસ્ટ કરવાની માંગણી કરી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

યૂએનએસસીના પાંચ કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે,જ્યારે ચોથો સભ્ય રશિયા પણ ભારતની પડખે જ છે, પરંતુ હંમેશાની જેમ પાંચમો સભ્ય ચીન આ પ્રસ્તાવ સામે ફરી એક વાર વિઘ્ન નાખી શકે છે.

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે 15 સભ્યોની યૂએનએસસી મૅનેજમેંટ સમિતિને મસૂદ અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ મૂકવા, તેના પર હથિયાર રાખવા પર પ્રતિબંધ મૂકવા અને તેની સંપત્તિ જપ્ત કરવા માટે કહ્યું છે. પ્રસ્તાવ મુજબ સમિતિએ આ પ્રસ્તાવ પર વાંધો વ્યક્ત કરવા માટે 13 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

વીટો પાવરથી સજ્જ આ ત્રણેય દેશોએ મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં જેઈએમ અને મસૂદ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ચોથી વાર આવો પ્રસ્તાવ રજૂ કરી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.

જોકે આ પ્રસ્તાવ પાસ થશે કે કેમ, તે ચીનના વલણ પર નિર્ભર રહેશે. ચીન પાસે વીટો પાવર છે અને ઘણી વાર તે વીટો કરી ચુક્યો છે, પરંતુ ગઈકાલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના ચીન પ્રવાસ બાદ ચીને પણ પાકિસ્તાનને આતંકવાદ રોકવા માટે જણાવ્યુ છે. સુષ્માના પ્રયત્ન બાદ કદાચ ચીનનું વલણ બદલાય, તો મસૂદને આ વખતે વૈશ્વિક આતંકવાદી જાહેર થતા કોઈ નહીં રોકી શકે.

[yop_poll id=1857]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:40 am, Thu, 28 February 19

Next Article