UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

|

Jun 23, 2021 | 9:38 AM

બેઠકમાં UNHRC દ્વારા ઘોષિત અને ખૂંખાર આતંકવાદીઓને પેન્શન અને સલામત આશ્રય આપવા પર ઇસ્લામાબાદને નવી દિલ્હીએ ઘણા અકારા સવાલો પૂછ્યા.

UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય
Pawankumar Badhe, First Secy, Permanent Mission of India to UN

Follow us on

તાજેરતમાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની બેઠકનું (UNHRC) આયોજન થયું હતું જેમાં. જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો. આતંકવાદ સહિતના અનેક મુદ્દાઓ પર મળેલી આ બેઠકમાં ભારતે (India) ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પર આકરા પ્રહાર કર્યા હતા. UNHRC દ્વારા ઘોષિત અને ખૂંખાર આતંકવાદીઓને પેન્શન અને સલામત આશ્રય આપવા પર ઇસ્લામાબાદને નવી દિલ્હીએ સંભળાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદને મદદ કરવા અને વધારવા માટે જવાબદાર ગણવામાં આવે.

‘ધ્યાન ભટકાવવા માંગે છે પાક’

આ બેઠકમાં પાકે આપેલા વક્તવ્યનો જવાબ ભારત વતી સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન કુમાર બાધેએ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ દુ: ખની વાત છે પાકિસ્તાને ફરી એક વખત ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને નિરાધાર આક્ષેપો કર્યા છે.તેમણે કહ્યું કે પાકિસ્તાન ફક્ત આ કાઉન્સિલનું ધ્યાન તેમના દેશના માનવાધિકારની દયનીય સ્થતિથી બદલવા માટે કરી રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લઘુમતીની દયનીય સ્થિતિ

પવન કુમાર બાધેએ ઇઅમરાન સરકારને ઘેરાતા પાકિસ્તાનના અલ્પસંખ્યકની હાલત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની દુર્દશા અને સતત ઘટતી જતી તેમની સંખ્યાથી ત્યાની હાલત સમજી સકાય છે. ત્યાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનએ રોજની ઘટના થઇ ગઈ છે. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકોની નાબાલિક યુવતીઓના અપહરણ, દુષ્કર્મ, જબરદસ્તીથી ધર્મપરિવર્તન અને લગ્નના અનેક સમાચાર આવે છે. પાકમાં દર વર્ષે લઘુમતીની 1,000 થી વધુ છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે.

લાગુમતીના ધાર્મિક સ્થાનો પર હુમલા

તેમણે જણાવ્યું હતું કે બદનામી કાયદા, બળજબરીથી ધર્મ પરિવર્તન, હિન્દુઓ સહિત લઘુમતીઓ પર સતાવણી અને ન્યાયિક હત્યા પાકિસ્તાનમાં સામાન્ય ઘટના બની ગઈ છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓના પવિત્ર અને પ્રાચીન સ્થળો પર હુમલો કરવામાં આવે છે અને તોડફોડ કરવામાં આવે છે. આ ઘટનાઓને છુપાવવા માટે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને બેજવાબદાર આક્ષેપો કરે છે.

Journalists ના શોષણ પર ઉઠાવ્યા સવાલ

બાધેએ પાકિસ્તાનના પત્રકારોના શોષણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પત્રકારત્વની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ખતરનાક દેશોની યાદીમાં સામેલ થવાનું ગર્વ પાકિસ્તાન લે છે. અહીં પત્રકારોને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે, સમાચાર પ્રસારિત કરવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમનું અપહરણ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ખૂન પણ કરી દેવામાં આવે છે. અમે આવી ઘટનાઓના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : દોઢ મહિનામાં 7 રૂપિયા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ , જાણો આજે તમારા ખિસ્સા પર મોંઘવારીના બોજની શું પડશે અસર

Published On - 9:37 am, Wed, 23 June 21

Next Article