Russia Ukraine War: UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે યુક્રેનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, યુદ્ધ ખતમ કરવા અંગે આપ્યુ મોટુ નિવેદન

|

Mar 15, 2022 | 7:30 AM

રશિયા અને યુક્રેન વચ્ચે 20મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ભારત સહિત ઘણા દેશો યુદ્ધ ખતમ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

Russia Ukraine War: UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે યુક્રેનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, યુદ્ધ ખતમ કરવા અંગે આપ્યુ મોટુ નિવેદન
UN secretary Antonio Guterres (File Photo)

Follow us on

Russia Ukraine War:  સંયુક્ત રાષ્ટ્રના(United Nations) મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (Antonio Guterres)સોમવારે કહ્યું હતુ કે, તેઓ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થતાના પ્રયાસો અંગે ભારત અને અન્ય કેટલાક દેશો સાથે નજીકના સંપર્કમાં છે. સાથે જ તેણે યુક્રેનની (Ukraine) બગડતી સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.ગુટેરેસે કહ્યું કે, યુક્રેનના લોકો પર ચાલી રહેલા અત્યાચારને રોકવાનો અને શાંતિના માર્ગે ચાલવાનો સમય આવી ગયો છે. વધુમાં કહ્યુ હતું કે, “હું આ યુદ્ધને સમાપ્ત કરવાના મધ્યસ્થી પ્રયાસોને લઈને ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈઝરાયેલ અને તુર્કી સહિતના ઘણા દેશો સાથે નજીકના સંપર્કમાં છું.”

આ યુદ્ધ બંધ થવુ જોઈએ

એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, “શાંતિ માટેની અપીલ કોઈ પણ પરિસ્થતિમાં સાંભળવી જોઈએ. આ યુદ્ધ (Russia Ukraine Crisis) બંધ થવુ જોઈએ. મુત્સદ્દીગીરી અને વાટાઘાટોમાં કોઈ વિલંબ ન થવો જોઈએ.વધુમાં ગુટેરેસે કહ્યું કે હુમલા બાદ યુક્રેનમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે, તેમજ યુક્રેનમાં રસ્તાઓ, એરપોર્ટ અને શાળાઓનો નાશ કરવામાં આવ્યો છે.”

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

યુક્રેનને માનવતાવાદી સહાય

ઉપરાંત યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે યુક્રેનમાં માનવતાવાદી સહયોગ વધારવા માટે સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડમાંથી 40 મિલિયન ડોલરની વધારાની રકમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે યુક્રેનમાં લાખો લોકો ભૂખમરો અને પાણી અને દવાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,અગાઉ પણ યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જાહેરાત કરી હતી કે તેઓ નવી માનવતાવાદી સહાય તરીકે યુક્રેનને 53 ડોલર મિલિયન આપશે.

ભારતે શાંતિની અપીલ કરી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બ્રીફિંગમાં, ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ (DPR) આર રવિન્દ્રએ કહ્યું કે, અમે રશિયા અને યુક્રેનની દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે બંને દેશો સાથે સીધો સંપર્ક અને વાતચીત કરવા માટે આહ્વાન કરીએ છીએ.સાથે જ જણાવ્યુ કે, અમે આ મામલે રશિયન ફેડરેશન અને યુક્રેનના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર યુદ્ધવિરામની હાકલ કરી છે. સાથે જ તેમણે વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો અંત લાવવાની પણ વાત કરી છે.

આ પણ વાંચો : US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

Next Article