યુક્રેનનો દાવો: રશિયાએ 14 હજાર સૈનિકો, 400 ટેન્ક સહિત આટલું થયું નુકસાન

|

Mar 18, 2022 | 11:19 AM

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને સેના એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. યુક્રેને યુદ્ધના 22માં દિવસે મોટો દાવો કર્યો છે.

યુક્રેનનો દાવો: રશિયાએ 14 હજાર સૈનિકો, 400 ટેન્ક સહિત આટલું થયું નુકસાન
ફાઈલ ફોટો

Follow us on

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને સેના એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનની સાથે સાથે રશિયન સેનાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. યુક્રેને યુદ્ધના 22માં દિવસે મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, તેઓ અત્યાર સુધીમાં 14,000 રશિયન (Russia) સૈનિકોને મારી ચૂક્યા છે, જ્યારે રશિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ઘણા ઓછા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેનાએ અત્યાર સુધી યુક્રેનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ તેનાથી વિપરીત યુક્રેન દ્વારા રશિયન સેનાને નુકસાન પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેનને રશિયન સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

આવી સ્થિતિમાં યુક્રેને તાજેતરમાં રશિયા વિશે શું દાવો કર્યો છે તે જાણીએ. યુક્રેને યુદ્ધના 22માં દિવસે મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે તેઓ અત્યાર સુધીમાં 14,000 રશિયન સૈનિકોને મારી ચૂક્યા છે, જ્યારે રશિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ઘણા ઓછા છે. ઉપરાંત, યુક્રેનનું કહેવું છે કે તેની સેનાએ 444 રશિયન ટેન્કનો નાશ કર્યો છે.

એટલું જ નહીં યુક્રેન દ્વારા રશિયાના 1435 બખ્તરબંધ વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય યુક્રેન અત્યાર સુધીમાં 86 એરક્રાફ્ટ, 108 હેલિકોપ્ટર નષ્ટ કરી ચૂક્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

પૂર્વ યુક્રેનમાં 21 લોકોના મોત

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 22મો દિવસ છે. રશિયન મિસાઇલો અને રોકેટ હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે મોડી રાત્રે હુમલો થયો હતો. યુક્રેનિયન મીડિયા અનુસાર, રશિયન દળોએ રહેણાંક ઇમારતો પર ગોળીબાર કર્યો, જેના કારણે ત્યાં નુકસાન થયું. આ સ્થળ રાષ્ટ્રપતિ ભવનથી લગભગ અઢી કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. બીજો હુમલો ખાર્કિવમાં થયો હતો. રશિયન હુમલાઓને કારણે આ શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું છે. ગુરુવારે, ખાર્કિવને ફરીથી રશિયન મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

ખાર્કિવના માર્કેટમાં રોકેટ હુમલામાં આગ લાગી હતી, જ્યારે ત્રીજો અને સૌથી મોટો હુમલો મારિયૂપોલમાં થયો હતો. પૂર્વી યુક્રેનિયન શહેર મારિયૂપોલમાં રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે અને 25 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે. રશિયન સૈન્યએ બુધવારે મારિયૂપોલમાં એક થિયેટરનો નાશ કર્યો, જ્યાં સેંકડો લોકોએ આશ્રય લીધો હતો. યુક્રેનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ એક ભવ્ય ઈમારતના કેન્દ્રનો નાશ કર્યો જ્યાં સેંકડો નાગરિકો તેમના ઘરો લડાઈમાં નાશ પામ્યા બાદ રહેતા હતા.

આ પણ વાંચો: GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ

Next Article