Ukraine Russia War: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ખત્મ કરાવશે ભારત? ઓગસ્ટ મહિનામાં PM મોદી અને પુતિનની થશે મુલાકાત

|

Jul 14, 2023 | 8:54 PM

સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતે બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીની મુલાકાતની પુષ્ટિ કરી છે. ક્રેમલિન પણ રશિયન રાષ્ટ્રપતિના ત્યાં જવા માટે સહમત થઈ ગયું છે.

Ukraine Russia War: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ખત્મ કરાવશે ભારત? ઓગસ્ટ મહિનામાં PM મોદી અને પુતિનની થશે મુલાકાત

Follow us on

Ukraine Russia War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે જાહેરાત કરી છે કે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓ જોહાનિસબર્ગમાં હાજર રહેશે. આ વર્ષે BRICS સમિટ 22-24 ઓગસ્ટના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહી છે.

સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતે બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીની મુલાકાતની પુષ્ટિ કરી છે. ક્રેમલિન પણ રશિયન રાષ્ટ્રપતિના ત્યાં જવા માટે સહમત થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પુતિને તેમને વેગનર આર્મીના વિદ્રોહ અને તેનો સામનો કરવાના પ્રયાસો વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ આના પર પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: Modi in France: ફ્રાન્સની ધરતી પર ભવ્ય સ્વાગત, ફરી મળ્યુ સર્વોચ્ચ સન્માન, PM મોદીએ શેર કર્યો VIDEO

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રશિયા-યુક્રેન યુદ્ધ માટે મોદી-પુતિનની મુલાકાત નિર્ણાયક બની શકે

જ્યારે વડાપ્રધાને રશિયન રાષ્ટ્રપતિને રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની સંભાવનાઓ વિશે પૂછ્યું, ત્યારે પુતિને જવાબ આપ્યો કે યુક્રેન શાંતિ પ્રસ્તાવમાં રસ નથી બતાવી રહ્યું. આ પછી SCO સંમેલનની અધ્યક્ષતા કરતી વખતે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને વૈશ્વિક શાંતિ માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી. દક્ષિણ આફ્રિકામાં મોદી-પુતિનની બેઠકમાં આ યુદ્ધને ખતમ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.

ગયા વર્ષે જ્યારે બંને નેતાઓ SCO કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સમરકંદ ગયા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. યુદ્ધ દરમિયાન બંને નેતાઓ સતત સંપર્કમાં રહ્યા છે અને રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદી સાથે યુદ્ધની સ્થિતિ પર પોતાના વિચારો શેર કરી રહ્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા ભારત સક્રિય બન્યું

ફ્રાન્સની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. અગાઉ તેમના યુએસ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાત કરી હતી. અમેરિકાથી પરત ફર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધ ખત્મ કરવા પર વાતચીત થઈ હતી. દરમિયાન, 13 જુલાઈના રોજ વિદેશ મંત્રી જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે વાતચીત કરી હતી.

જ્યારે વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે યુદ્ધને લઈને ચર્ચા કરી રહ્યા હતા, તે સમયે વિદેશ મંત્રી જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન જકાર્તામાં મળ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા પણ 13 જુલાઈએ યુક્રેનમાં વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. નાટોએ ભારતને આ યુદ્ધ ખત્મ કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article