Russia Ukraine War : ‘છ દિવસના યુદ્ધમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા’,યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો

|

Mar 02, 2022 | 4:25 PM

યુક્રેનના બાબીન યાર શહેર પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અહીંનો હુમલો સાબિત કરે છે કે રશિયાના ઘણા લોકો માટે કિવ એક વિદેશી ભાગ જેવું છે,આ લોકો કિવ વિશે કશું જાણતા નથી.

Russia Ukraine War : છ દિવસના યુદ્ધમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા,યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો
Ukraine President Volodymyr Zelensky (File Photo)

Follow us on

Russia Ukraine War :  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskiy)જણાવ્યુ હતુ કે, મોસ્કોના હુમલાના પ્રથમ છ દિવસમાં લગભગ 6,000 રશિયન સૈનિકો (Russian Army) માર્યા ગયા છે.વધુમાં તેમણે કહ્યું કે રશિયા બોમ્બ અને હવાઈ હુમલા દ્વારા યુક્રેન(Ukraine)  પર કબજો કરી શકશે નહીં.

રશિયા આપણા ઇતિહાસ વિશે જાણતુ નથી  : યુક્રેનના રાષ્ટ્રપતિ

બાબીન યાર શહેર પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીંનો હુમલો સાબિત કરે છે કે રશિયાના ઘણા લોકો માટે કિવ એક વિદેશી ભાગ જેવું છે,આ લોકો કિવ વિશે કશું જાણતા નથી. તેઓ આપણા ઇતિહાસ વિશે જાણતા નથી. આ લોકોને એક જ આદેશ છે કે તેઓ આપણો ઈતિહાસ,આપણો દેશ અને આપણા બધાનો નાશ કરે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના છેલ્લા છ દિવસના યુદ્ધમાં રશિયાની 211 ટેન્ક નાશ પામી છે.સાથે જ 862 બખ્તરબંધ વ્યક્તિગત વાહનો, 85 આર્ટિલરી ટુકડાઓ અને 40 MLRS પણ નાશ પામ્યા છે. આ યુદ્ધમાં રશિયાને પણ મોટું નુકસાન થયું છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે 30 રશિયન વિમાનો અને 31 હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે જહાજો, 335 વાહનો, 9 એન્ટી એરક્રાફ્ટનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે યુક્રેનની સેના રશિયાને આકરી ટક્કર આપી રહી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

યુક્રેનિયન લોકો આપી રહ્યા છે રશિયાને જવાબ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે મોટી સંખ્યામાં લોકો યુક્રેનમાંથી પણ ભાગી ગયા છે. પરંતુ રશિયાને જડબાતોડ જવાબ આપવા માટે ઘણા લોકો યુક્રેનમાં રોકાયા છે.તમને જણાવી દઈએ કે, કેટલાક લોકો યુક્રેન છોડીને પૂર્વી હંગેરી પહોંચી ગયા છે.અહીંના એક ગામની શાળાના મેદાનમાં એકઠા થયેલા સેંકડો શરણાર્થીઓમાં મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેના પતિ, પિતા, ભાઈ અને પુત્ર તેમના દેશની રક્ષા કરવા અને રશિયન સૈનિકોનો સામનો કરવા માટે યુક્રેનમાં રોકાયા છે. યુએનની શરણાર્થી મામલાની એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 6,75,000થી વધુ લોકોએ પડોશી દેશોમાં શરણ લીધું છે અને આ આંકડો હજુ વધી શકે છે.

આ પણ વાંચો : Photos : તૂટેલી ઇમારતો…ખાલી પડેલી દુકાનો…લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા, તસવીરોમાં જુઓ રશિયન હુમલા બાદ યુક્રેનના હાલ

આ પણ વાંચો : પોલેન્ડમાં વસતા આણંદના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું

Next Article