Russ-Ukraine war
Image Credit source: AFP (File Photo)
ઈતિહાસ યાદ રાખશે કે યુદ્ધમાં જેમણે સૌથી વધુ ગુમાવ્યું છે તેમણે દુશ્મનને રોકવા માટે ઓછામાં ઓછો પ્રયાસ કર્યો. આ વાત
અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને 1964માં કહી હતી, પરંતુ 2022માં રશિયા
(Russia) અને યુક્રેન
(Ukraine) વચ્ચેના યુદ્ધમાં આ વાત ઉલટી થઈ ગઈ છે. યુક્રેને રશિયન હુમલાઓને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દેશને ખંડેર બનતા રોકી શક્યું નહીં. 39 દિવસ પછી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ એ સ્થાને પહોંચી ગયું છે જ્યાંથી પરમાણુ યુદ્ધની શક્યતા વધી ગઈ છે. પ્રશ્ન એ છે કે શું રશિયા બ્લેક સી માંથી પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે ?
ટેંકોનું કબ્રસ્તાન બની ગયા છે યુક્રેનના રસ્તાઓ અને ચારે બાજુ ફેલાયેલી છે માનવ લાશ. કિવ નજીકના બુચા શહેરનું દ્રશ્ય રશિયન સૈન્યના વિનાશની સાક્ષી પુરે છે. દોઢ મહીના સુધી કીવને કબજે કરવાના અસફળ પ્રયત્નોથી જ્યારે રશીયન સૈનિકો પાછા ફરી રહ્યા છે તો બારૂદથી બુચાને લાચાર કરી રહ્યા છે. શહેરનો દરેક ખૂણો કહે છે કે પુતિનની પલટન પાસે જેટલી ગોળી-દારુગોળો બચ્યા હતા, તે તમામ આ શહેર પર વરસાવી દીધા હતા. રશિયાએ કિવ નજીક બુચા પર બોમ્બમારો કર્યો હતો.
રશિયાના મિસાઈલ હુમલામાં મહિલાઓ અને 14 વર્ષના કિશોર સહિત 20 લોકોના મોત થયા હતા. દરમિયાન, કિવના મેયરે દાવો કર્યો છે કે 300 થી વધુ શબને દફનાવવામાં આવ્યા છે. બુચાની શેરીઓ મિસાઇલોથી ભંગાર થઈ ગયેલી ટાંકીઓ અને વાહનોથી ભરેલી છે. એક સદીના સૌથી ભયંકર યુદ્ધમાં શહેરનો દરેક નાનો ખુણો પણ વિલાપ કરી રહેલી માનવતાનો સાક્ષી છે.
બુચા પર હવે યુક્રેનનો કબજો
રશિયાની સેનાની પીછેહઠ પછી, બુચા યુક્રેન દ્વારા કબજે કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર ખંડેર અને નિર્જન મકાનોના રક્ષણ માટે, 28 હજારની વસ્તી રહેતી હતી. આ શહેરમાં હવે સ્મશાન જેવી શાંતિ છે. રશિયન સૈન્યના હુમલામાં ઘણી બધી ટેન્ક અને વાહનો નાશ પામ્યા છે, જેને હટાવવામાં યુક્રેનિયનોને અઠવાડિયા લાગશે.
યુક્રેન પર દોઢ મહિનાથી નોનસ્ટોપ વરસી રહેલો રશિયન ગોળીબાર કહી રહ્યો છે કે આ યુદ્ધ અટકવાનું નથી. ભલે યુક્રેન સંપૂર્ણપણે હારી ન જાય. એટમ બોમ્બનો ઉપયોગ કરવો પડે તો પણ પુતિન અટકશે નહીં.
જો કે રશિયન સેના કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરી રહી છે, પરંતુ તેઓ જતાં જતાં ભયાનક તબાહી મચાવી રહ્યાં છે. રશિયન સેનાએ આખા વિસ્તારમાં માઈન બિછાવી છે, જેમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો ચારે બાજુ વિખરાયેલા છે. રશિયન સૈન્ય હુમલો કરવાથી રોકાશે નહીં. 39 દિવસના રશિયા-યુક્રેન યુદ્ધની આ સૌથી ભયાનક તસવીરો છે. ચિત્રો કદાચ વિચલીત કરી શકે છે, પરંતુ યુદ્ધના લીધે માનવતા કેવી રીતે કલ્પાંત કરે છે. તેનો આ સૌથી મોટો પુરાવો છે.
આ મૃતદેહો બુચાના રસ્તાઓ પર છે, આ તે નિર્દોષો છે જેઓ મિસાઈલ હુમલામાં માર્યા ગયા હતા. અમે આવું નથી કહી રહ્યા, યુક્રેન આ દાવો કરી રહ્યું છે. યુક્રેનનો એવો પણ દાવો છે કે લગભગ દોઢ મહિના દરમિયાન લગભગ 18 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. 143 ફાઈટર જેટ, 131 હેલિકોપ્ટર, 625 ટેન્ક અને 316 આર્ટિલરી સિસ્ટમ્સ પણ નાશ પામી છે.