
UAE ની સ્પષ્ટતા 6 જુલાઈના સમાચાર પર આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, UAE સરકારે એક નવા પ્રકારના ગોલ્ડન વિઝા શરૂ કર્યા છે. તે અહીં મિલકત અથવા વ્યવસાયમાં મોટા રોકાણની વર્તમાન પ્રથાથી અલગ હશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે રિયાદ ગ્રુપ નામની કન્સલ્ટન્સી કંપનીની પસંદગી કરવામાં આવી છે.
નોમિનેશનના આધારે UAE માટે આજીવન ગોલ્ડન વિઝા અંગે UAE એ કહ્યું છે કે, ભારતીયો અને બાંગ્લાદેશી નાગરિકો માટે એક લાખ દિરહમ (લગભગ 23.30 લાખ રૂપિયા) માં કોઈ ગોલ્ડન વિઝા નથી.
રિયાદ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રિયાદ કમલ અયુબે કહ્યું હતું કે ભારતીયો માટે UAEનો ગોલ્ડન વિઝા મેળવવાની આ એક સુવર્ણ તક છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ અરજદાર આ ગોલ્ડન વિઝા માટે અરજી કરશે, ત્યારે અમે પહેલા તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરશું. જેમાં મની લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત રેકોર્ડ તપાસનો સમાવેશ થશે.
UAE ના ફેડરલ આઇડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (ICP) એ દાવાઓને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તેનો કોઈ કાનૂની આધાર નથી. ICP એ જણાવ્યું હતું કે, તમામ ગોલ્ડન વિઝા અરજીઓ UAE ની અંદર ઓફિશિયલ સરકારી ચેનલો દ્વારા ઉકેલવામાં આવે છે અને અરજી પ્રક્રિયામાં કોઈપણ આંતરિક કે બાહ્ય કન્સલ્ટન્સી ફર્મને અધિકૃત પક્ષ તરીકે માન્યતા આપવામાં આવતી નથી.
તેમણે એમ પણ કહ્યું કે, યુએઈમાં રહેવા ઇચ્છતા વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા એકત્રિત કરવાના પ્રયાસમાં આવી ખોટી માહિતી ફેલાવતી સંસ્થાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ICP દ્વારા દાવાઓને નકારી કાઢવાના એક દિવસ પછી ખલીજ ટાઇમ્સને મોકલવામાં આવેલા નિવેદનમાં દુબઈ સ્થિત રયાદ ગ્રુપે વિઝા અંગે સર્જાયેલી ‘જાહેર મૂંઝવણ’ માટે માફી માગી છે.
જૂથે કહ્યું છે કે, ભવિષ્યનું કોમ્યુનિકેશન સ્પષ્ટ, સચોટ અને UAEના કડક નિયમનકારી માળખા સાથે સુસંગત હોય તેની ખાતરી કરવાની અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. તેના નિવેદનમાં રયાદ ગ્રુપે કહ્યું કે અમે એ પણ સ્વીકારવા માંગીએ છીએ કે રયાદ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલી કેટલીક જાહેર ટિપ્પણીઓ ખોટી હતી.
દુબઈ એ સંયુક્ત આરબ અમીરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. દુબઈ અમીરાતની રાજધાની છે. જેમાં 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. 18 મી સદીમાં એક નાનકડા માછીમારી ગામ તરીકે સ્થાપવામાં આવેલુ હતું. દુબઈના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.