સૌરમંડળની બહાર બે ‘લાલ એસ્ટેરોઇડ’ દેખાયા, વૈજ્ઞાનિકોએ કહ્યું, ‘Asteroid beltમાં ન હોવા જોઈએ હાજર’

|

Jul 31, 2021 | 6:42 PM

વૈજ્ઞાનિકોએ ગુરુ અને મંગળની ભ્રમણકક્ષા વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટમાં બે વિશાળ ખડકો શોધી કાઢ્યા છે.

સૌરમંડળની બહાર બે લાલ એસ્ટેરોઇડ દેખાયા, વૈજ્ઞાનિકોએ કહ્યું, Asteroid beltમાં ન હોવા જોઈએ હાજર
એસ્ટેરોઇડ બેલ્ટ (NASA)

Follow us on

વૈજ્ઞાનિકોએ ગુરુ અને મંગળની ભ્રમણકક્ષા વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટમાં (Asteroid belt) બે વિશાળ ખડકો શોધી કાઢ્યા છે. તેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ખડકો ત્યાં ન હોવા જોઈએ. આ લઘુગ્રહોને 203 Pompeja અને 269 Justitia નામ આપવામાં આવ્યા છે. બંને લઘુગ્રહોની તસવીરો જોઈને લાગે છે કે, તે ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પદાર્થો જેવા છે. જે આપણા સૌરમંડળના (Solar System) આઠમા ગ્રહની બહાર જોવા મળે છે. બંને લઘુગ્રહોની સપાટી પર જટિલ કાર્બનિક પદાર્થો હાજર છે અને તે એસ્ટરોઇડ પટ્ટામાં અન્ય પદાર્થો કરતાં લાલ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, તેઓ સૌરમંડળની રચના દરમિયાન શનિ ગ્રહની નજીક રચાયા હતા. પરંતુ ગ્રહોની રચના દરમિયાન તેઓ શનિ ગ્રહ પાસે સરકી ગયા અને એસ્ટરોઇડ બેલ્ટની નજીક પહોંચી ગયા હતા. જાપાનની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે, આ શોધ નવા પુરાવા આપે છે કે સૌરમંડળની બાહ્ય ધાર પર બનેલા ગ્રહના ટુકડાઓ ગુરુની ભ્રમણકક્ષામાં એસ્ટરોઇડ બેલ્ટમાં ગયા છે. JAXA અનુસાર 203 Pompeja 110 કિમી વ્યાસનું માપ ધરાવે છે. જ્યારે 269 Justitia 55 કિમી વ્યાસનું માપ ધરાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, 203 Pompeja 70 માઇલથી મોટી 250 અવકાશી વસ્તુઓમાંથી એકમાત્ર ‘ખૂબ જ લાલ’ એસ્ટરોઇડ છે.

એસ્ટરોઇડનો રંગ આ રીતે શોધી કાવામાં આવ્યો હતો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બંને એસ્ટરોઇડ 19મી સદીમાં મળી આવ્યા હતા પરંતુ તેમનો રંગ હવાઇમાં ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ ફેસિલીટી (IRTF) અને કોરિયામાં સિઓલ (Seoul) નેશનલ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (SAO) માંથી દૃશ્યમાન અને નજીકના ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપિક અવલોકનો દ્વારા શોધી કાવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આંતરિક સૌરમંડળની વસ્તુઓ વધુ વાદળી પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. કારણ કે તેમાં કાર્બન અને મિથેન જેવા જટિલ કાર્બનિક સંયોજનો નથી. બાહ્ય સૌરમંડળમાં પદાર્થો લાલ હોય છે કારણ કે તેમાં ઘણા બધા સંયોજનો હોય છે.

Next Article