
TTP, જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે પાકિસ્તાનના કાયદે-એ-આઝમ મુહમ્મદ અલી જિન્હાની તસવીરનું અપમાન કર્યુ. TTPના લડવૈયાઓએ ખૈબર પખ્તુનખ્વાની એક શાળામાં ઘુસી જિન્હાની તસવીર પર જુતા ફેંક્યા અને તેમને ભરપેટ અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં, ટીટીપીના લડવૈયાઓ શાળાની દિવાલ પર જિન્હા અને મુહમ્મદ ઇકબાલના ચિત્ર પર જૂતા ફેંકતા જોઈ શકાય છે.
વીડિયોમાં, ટીટીપીના લડવૈયાઓ પશ્તુનમાં પાકિસ્તાન અને તેના નેતાઓને અપશબ્દો બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન, એક લડવૈયા પોતાના જૂતા કાઢીને કાયદે-એ-આઝમ મોહમ્મદ અલી જિન્હાના ચિત્ર પર મારવાનું શરૂ કરે છે. થોડે દૂર, અલ્લામા મોહમ્મદ ઇકબાલનો ફોટો છે. ટીટીપીના લડવૈયાએ ઇકબાલના ફોટા પર જૂતા પણ ફેંક્યા.
BREAKING NEWS
Terrorists affiliated with the Afghan backed Pakistani Taliban faction HGB group abuse and attack pictures of Jinnah and Sir Muhammad Iqbal while occupying a Government school in Khyber-Pakhtunkhwa #TTP #Afghanistan #AfghanTaliban #Taliban #PakArmy pic.twitter.com/Qrc7n2ZHQs
— ☣️ (@WarGlobeNews) November 3, 2025
ટીટીપીએ ખૈબર પખ્તુનખ્વાના મોટા ભાગ પર કબજો જમાવી લીધો છે. તે આ પ્રાંતના સરહદી વિસ્તારો પર પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. ટીટીપીનો ડર એવો છે કે પાકિસ્તાની સેના તે વિસ્તારોમાં પ્રવેશવાની હિંમત પણ કરતી નથી. હવે, તાજેતરના પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવને પગલે, ટીટીપીએ તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે અને સતત નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. આ વીડિયો આ સમયગાળા દરમિયાન કબજે કરાયેલી પાકિસ્તાની શાળાનો હોવાનું માનવામાં આવે છે.
TTP ને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનમાં ઇસ્લામિક કાયદાના અમલીકરણની હિમાયત કરે છે અને સતત પાકિસ્તાન સામે યુદ્ધ કરી રહ્યું છે. તે વૈચારિક રીતે અફઘાન તાલિબાનની નજીક માનવામાં આવે છે. જો કે, તેનુ કાર્યક્ષેત્ર મર્યાદિત છે. તે ખાસ કરીને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સક્રિય છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ટીટીપીનો નોંધપાત્ર પ્રભાવ છે.
Published On - 9:06 pm, Mon, 3 November 25