
2025 નો નોબેલ શાંતિ પુરસ્કાર આખરે કોને મળશે? તેની જાહેરાત આવતીકાલે (10 Oct.) નોબેલ કમિટી કરશે. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને આ પુરસ્કાર માટે હક્કદાર માને છે અને અવારનવાર તેનો ઉલ્લેખ પણ કરતા રહે છે. પરંતુ આ પુરસ્કારની ઘોષણાના એક દિવસ પહેલા જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પ સાથે પોતાની એક AI તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં, નેતન્યાહૂ યુએસ પ્રમુખ ટ્રમ્પને શાંતિ માટેનો નોબેલ મેડલ પહેરાવતા જોવા મળે છે. આ AI તસવીરમાં, ટ્રમ્પ ખુશીથી પોતાના બંને હાથ ઉંચા કરી અભિવાદન સ્વીકારી રહ્યા છે. આ તસવીર સાથે, નેતન્યાહૂએ લખ્યું, “નોબેલ શાંતિ પુરસ્કાર, અને ટ્રમ્પ તેના હક્કદાર છે.”
Give @realDonaldTrump the Nobel Peace Prize – he deserves it! pic.twitter.com/Hbuc7kmPt1
— Prime Minister of Israel (@IsraeliPM) October 9, 2025
આ દરમિયાન, એવા અહેવાલો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે જેરુસલેમમાં હોઈ શકે છે. ઇઝરાયલી રાષ્ટ્રપતિ કાર્યાલયે આની પુષ્ટિ કરી. નોંધનીય છે કે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં, યુએસ વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “ધ પીસ પ્રેસિડેન્ટ” નું નવું બિરુદ આપ્યું છે. હકીકતમાં, 2025ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના એક દિવસ પહેલા, ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સંમત થયા હતા.
એ નોંધવું જોઈએ કે ટ્રમ્પે છેલ્લા કેટલાક મહિનાઓમાં વારંવાર પુનરાવર્તન કરી ચુક્યા છે કે તેમની ટ્રેડ ડિપ્લોમસીએ અનેક દેશોમાં યુદ્ધો અટકાવ્યા છે. ત્યાં સુધી કે ભારત-પાકિસ્તાન સંઘર્ષને રોકવાનો શ્રેય પણ લેતા રહ્યા છે. જોકે ભારતે દરેક વખતે તેમના દાવાને નકાર્યો છે.
અમેરિકામાં ટ્રમ્પની છબી ઘણી ધ્રુવીકરણ વાળી રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે. આ વખતે, ઇમિગ્રેશનને લઈને તેઓ એંગ્રી યંગ મેન બનેલ છે, જેના કારણે કેટલાક લોકો માને છે કે ટ્રમ્પને માનવ અધિકારોમાં ખાસ રસ નથી. જોકે, ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેઓ આ શાંતિ પુરસ્કારને પાત્ર છે.