
પાકિસ્તાને અમેરિકાના ઉપકાર ચુકવવા માટે મોટુ એલાન કરી દીધુ છે. હાલમાં જ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં લંચ થયુ. આ લંચ બાદ પાકિસ્તાને નોબેલ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યુ. જો કે પાકિસ્તાને ટ્રમ્પના નામની ભલામણ કરી તેના તાર પણ ભારત સાથે જોડાયેલા છે. ભારતે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોંચ કર્યુ હતુ, ત્યારે બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી તણાવ રહ્યો. વાર-પલટનારનો સિલસિલો જારી રહ્યો. ત્યારબાદ પાકિસ્તાને ભારતને આ ઓપરેશન રોકવાનો આગ્રહ કર્યો. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યુ. પાકિસ્તાને ટ્રમ્પના આ હસ્તક્ષેપ રૂપી ઉપકારનું ઋણ ચુકવવા માટે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી દીધુ છે. શું ટ્રમ્પને મળી જશે નોબેલ પુરસ્કાર હવે સવાલ એ છે કે માત્ર પાકિસ્તાને ભલામણ કરવાથી શું ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળી જશે? શું પાકિસ્તાને આ પગલાથી જ ટ્રમ્પ આ પુરસ્કાર મેળવનારા અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બની જશે? આ તમામ સવાલોનો...
Published On - 6:02 pm, Mon, 23 June 25