
રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત અમેરિકાના નિશાના પર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મનસ્વી રીતે ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે. પરંતુ, ભારતની સ્ક્રિપ્ટ લખતી વખતે, તેઓ પોતાના દેશને ભૂલી ગયા. તેમની નીતિઓએ અમેરિકાને બર્બાદીની અણી પર લાવી દીધું છે. જેને લઈને અમેરિકન અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્કે મોટી ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ભારત પર ટેરિફ લાદવાથી અમેરિકન અર્થતંત્રને જ નુકસાન થશે. અમેરિકા મંદીમાં ફસાઈ જવાની શક્યતા છે. આ ટ્રમ્પ માટે ‘મોટો માથાનો દુખાવો’ બની શકે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના આર્થિક સલાહકાર હેન્કે ‘મિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે ટેરિફને અમેરિકન ગ્રાહકો પર લાદવામાં આવેલ ટેક્સ ગણાવ્યો. પ્રોફેસરે ભારતને આ બાબતે પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપી છે.
સ્ટીવ હેન્ક કહે છે કે અમેરિકા મંદીની કગાર પર છે. તેમણે ‘મિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘અમેરિકા મંદી તરફ આગળ વધી રહ્યું છે.’ટેરિફ પાછળના બધા સિદ્ધાંતો નકારાત્મક છે. આ અમેરિકન અર્થતંત્રને નીચે ધકેલી દેશે. નાણાં પુરવઠામાં ધીમી વૃદ્ધિ નો અર્થ એ છે કે મંદી આવવાની છે. એકવાર મંદી આવશે, તો તે ટ્રમ્પ માટે મોટો માથાન દુખાવો બની જશે.
સ્ટીવ હેન્ક પોતાને ફ્રી માર્કેટ ઈકોનોમિસ્ટ (મુક્ત બજાર અર્થશાસ્ત્રી), ક્લાસિકલ લિબરલ અને ફ્રી ટ્રેડર’ તરીકે વર્ણવે છે. તેમણે કહ્યું, “હું બધા ટેરિફ, બધા પ્રતિબંધો, બધા ક્વોટા, બધા બિન-ટેરિફ અવરોધોની વિરુદ્ધ છું. હું શુદ્ધ મુક્ત વ્યાપારના પક્ષમાં છું.”
દિગ્ગજ ઈકોનોમિસ્ટે સમજાવ્યું કે ટેરિફ ખરેખર અમેરિકન ગ્રાહકો પરનો એક ટેક્સ છે. હેન્કેએ કહ્યું, ‘ભારતીય લોકો ટેરિફ માટે ચૂકવણી કરતા નથી. જ્યારે તમે મને કંઈક વેચો છો ત્યારે તમે (ટેરિફ) ચૂકવતા નથી. જો કોઈ ટેરિફ હોય, તો હું જ્યારે હું ભારતમાંથી આયાત કરું છું ત્યારે હું ચૂકવણી કરું છું. તો ટેરિફ માટ આ જ આખો આર્થિક તર્ક છે. તેઓ વેપાર થી થનારા લાભોને નષ્ટ કરી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘તમને દુનિયામાં બહુ ઓછા અર્થશાસ્ત્રીઓ મળશે જે ટેરિફના સમર્થનમાં હોય, તેઓ બધા મૂળભૂત અને સૈદ્ધાંતિક રીતે મુક્ત વેપારીઓ છે.’