ભારતને નર્ક કહેવાની ટ્રમ્પની લવારીનો ઈરાને આપ્યો જવાબ, કહ્યુ “ક્યારેક ભારત આવીને જુએ પછી…..”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને નરક કહેવાના વિવાદી નિવેદન પર ઈરાન ભડક્યુ છે. ઈરાની કોન્સ્યુલેટ એ સોશિયલ મીડિયા પર ટ્રમ્પને ભારતની સુંદરતા જોવાની સલાહ આપી છે. તો અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ પણ ટ્રમ્પ પર જાતિવાદી નિવેદનબાજી કરવાનો આરોપ લગાવતા આકરી ઝાટકણી કાઢી છે.

ભારતને નર્ક કહેવાની ટ્રમ્પની લવારીનો ઈરાને આપ્યો જવાબ, કહ્યુ ક્યારેક ભારત આવીને જુએ પછી.....
| Updated on: Apr 24, 2026 | 3:29 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નરક કહેતા તે ખુદ ચારેબાજુથી ઘેરાઈ ગયા છે. ખુદ તેના દેશની જ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પને આકરા શબ્દોમાં લતાડ લગાડી છે. ટ્રમ્પની ઝાટકણી કાઢતા ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પ પર જાતિય ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે પણ ટ્રમ્પની નરકવાળી લવારી પર તેની ઝાટકણી કાઢી છે. ઈરાને ટ્રમ્પને ભારતની સુંદરતા જોવાની સલાહ આપી છે

ઈરાની કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા X પર એક 16 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રના બે અલગ-અલગ રૂપ દેખાડવામાં આવ્યા છે. એક તરફ મુંબઈની ચમચમાતી ગગનચુંબી ઈમારતો, હાઈવે અને શહેરની ચકાચૌંધ કરી દેતી રોશની બતાવી છે. બીજી તરફ પહાડોની વચ્ચેથી વહેતા ઝરણા, સરોવરો, હરિયાળીથી છવાયેલા રસ્તાઓ બતાવ્યા છે.

આ પોસ્ટ દ્વારા ઈરાની કોન્સ્યુલેટે ટ્રમ્પને ‘કલ્ચરલ ડિટોક્સ’ એટલે કે પોતાની વિચારસરણી બદલવાની સલાહ આપી છે. કોન્સ્યુલેટ એ વીડિયોની સાથે લખ્યુ છે કે “ક્યારેક ઈન્ડિયા આવીને જુઓ, પછી બોલે ટ્રમ્પ”

ટ્રમ્પની લવારીની એના દેશમાં જ ઝાટકણી

ટ્રમ્પના નરક વાળા બકવાસ પર અમેરિકાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ પણ ટ્રમ્પ પર નિશાન તાક્યુ છે. પાર્ટીન પ્રતિનિધિઓએ ટ્રમ્પ પર ‘જાતિવાદી કચરો’ ફેલાવવાનો આરોપ લગાવ્યો. એક પ્રતિનિધિએ X પર લખ્યુ, “અમેરિકન્સ સંઘર્ષ કરી રહ્યા છે અને ટ્રમ્પ સોશિયલ મીડિયા પર નસલીય કચરો ફેલાવવામાં વ્યસ્ત છે. તેઓ રાષ્ટ્રપતિપદને એક રિયાલિટી શોની જેમ ચલાવી રહ્યા છે. આ એક નાજુક સમય છે અને આપણા દેશને સારી લીડરશીપ ની જરૂર છે.”

ટ્રમ્પે ભારત વિશે શું બકવાસ કર્યો?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લેટર રિપોસ્ટ કર્યો હતો. જેમા અપ્રવાસીઓ વિશે વાત કરતા લખવામાં આવ્યુ હતુ કે, ” અહીં (અમેરિકામાં) પેદા થનારો બાળક તુરંત અમેરિકી નાગરિક બની જાય છે, ચાહે તે ચીન, ભારત કે ધરતીના કોઈપણ બીજા નર્ક થી પોતાના પુરા પરિવાર સાથે અહીં આવે છે.”

આપને જણાવી દઈએ કે મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ અટકવાનું દેખાઈ નથી રહ્યુ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતે તેમના નાગરિકોને તુરંત ઈરાન છોડવાની સલાહ આપી છે. જે કોઈ મોટા હુમલા તરફ ઈશારો કરી રહ્યુ છે.

મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો

Published On - 1:34 pm, Fri, 24 April 26

Follow Us