
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમયમાં જ એક નવી યોજના લાવવા વિચારી રહ્યા છે. આ યોજના છે ગોલ્ડન કાર્ડ વિઝા સ્કીમ. આ પ્લાન અંતર્ગત 5 મિલિયન ડોલર એટલે કે 40 કરોડ રૂપિયામાં ગોલ્ડન કાર્ડ વિઝા મળશે. આ વિઝા થી અમેરિકામાં પરમેનન્ટ રસિડેન્સી અને કામ કરવાની છૂટ મળશે. પરંતુ આ ગોલ્ડ કાર્ડ વિઝા ની સ્કીમ દુનિયાભરના અમીર લોકોને આકર્ષી નથી રહી અને ટ્રમ્પનો આ પ્લાન ફ્લોપ થતો જણાઈ રહ્યો છે. મોટાભાગના અમીરો એ તેમા કોઈ રસરૂચિ બતાવી નથી. તાજેતરમાં જ ટ્રમ્પે તેની ગોલ્ડ કાર્ડ પ્લાનિંગ અંગે જણાવ્યુ હતુ, “અમીર લોકો આ કાર્ડ ખરીદી અમારા દેશમાં આવશે. તેઓ વધુ પૈસાદાર અને સફળ બનશે. ટ્રમ્પે આ કાર્ડના વેચાણ દ્વારા અમેરિકાને દેવાના બોજમાંથી બહાર લાવવાની પોતાની યોજના અંગે વાત કરી હતી. તો બીજી તરફ વિશ્વના મોટા ભાગના અમીર લોકો આ કાર્ડમાં રસ રુચિ બતાવી રહ્યા નથી. ફોર્બ્સ એ અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના 18 અબજપતિઓનો ઈન્ટરવ્યુ કર્યો. જેમા જાણવા મળ્યુ કે તેમની આ કાર્ડમાં કોઈ...
Published On - 5:09 pm, Thu, 6 March 25