
દુનિયાનો કોઈપણ રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ચૂંટાઈને આવે છે તો સૌથી પહેલા તે પ્રથમ વિદેશ યાત્રા માટે ક્યા દેશની પસંદગી કરી છે અથવા તો તેઓ સૌપ્રથમ ક્યા વિદેશી વ્યક્તિને મળ્યા? તેના પર વિશ્વની નજર રહે છે કે. તેનાથી એ દેશની વિદેશનીતિ નક્કી થાય છે. ટ્રમ્પે તેના શરૂઆતના ભાષણોમાં જ સંકેત આપી દીધા હતા કે તેઓ તેમની પહેલી વિદેશ યાત્રા માટે સાઉદી અરેબિયા જશે, કારણ કે તેમને ત્યાંથી સૌથી વધુ રોકાણ મળ્યુ છે. પરંતુ ટ્રમ્પ વિશે કોઈ કંશુ કહી શકે નહીં. એ જશે કે નહીં તે તો આવનારા સમય પર નિર્ભર છે પરંતુ પ્રથમ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ જેઓને તેઓ મળ્યા તેનુ નામ બેન્ઝામિન નેતન્યાહુ છે. નેતન્યાહુ ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા સૌપ્રથમ વિદેશી મહેમાન બન્યા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ કઈ રીતે તેની વિદેશનીતિને આવનારા ચાર વર્ષમાં દિશા આપવાના છે. પ્રથમ ટર્મમાં ટ્રમ્પે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ થી યેરુશલેમ જાહેર કરી દીધી હતી ટ્રમ્પ એ વ્યક્તિ છે જેમણે તેની પ્રથમ ટર્મમાં ઈઝરાયલની રાજધાની તેલ...
Published On - 6:56 pm, Thu, 6 February 25