
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલેક્ટ્રીક વાહનો બનાવત કંપની ટેસ્લાના CEO એલન મસ્ક વચ્ચેનો ઝઘડો હાલ અમેરિકાથી લઈને દુનિયાના મોટાભાગના દેશોના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ ઝઘડો મસ્કને બહુ ભારે પડી શકે છે. જાણકારી મળી રહી છે કે એલન મસ્કને આ ઝઘડાને કારણે મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ છે. કારણ કે તેનાથી ટેસ્લાના શેર 14% સુધી તૂટ્યા છે અને કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 150 અબજ ડૉલર સુધી ઘટી ગઈ છે. આ ઘટાડા બાદ મસ્કની સંપત્તિ 27 અબજ ડોલર ઘટીને 388 અબજ ડૉલર થઈ ગઈ છે. યાદ અપાવવુ પડશે કે મસ્કે એક સમયે ખુદ ટ્રમ્પને “First Buddy” ગણાવ્યા હતા. DOGE ના પ્રમુખ પદેથી આપ્યુ રાજીનામુ મસ્કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ખુલીને ટ્રમ્પનો સાથ આપ્યો હતો. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ તેમને Department of Government છે. Efficiency (DOGE) ના પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હત પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ બંનના સંબંધો ખરાબ થવાના શરૂ થયા છે અને એલન મસ્કે તેમના પદ પરથી...