ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્ર્મ્પ એ તેના ગ્રાન્ડ પા ટ્રમ્પને ચૂંટણી જીતવાને લઈને અભિનંદન પાઠવ્યા હતા. રિપબ્લિક નેતા યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી.
કાઈ મેડિસન ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પૌત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં તેની તેના ગ્રાન્ડ પા માટેની સ્પિચે હેડલાઇન્સ બનાવી હતી, જ્યાં તેણીએ 78 વર્ષીય ટ્રમ્પના જીવનના એક અલગ પાસા પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા.
તેણે કહ્યુ મારા દાદાની એક અલગ બાજુ શેર કરવા માટે બોલી રહી છું જે લોકો વારંવાર જોતા નથી,” તેણીએ કહ્યું. “મારા માટે, તે એક સામાન્ય દાદા છે. જ્યારે અમારા માતા-પિતા ન જોતા હોય ત્યારે તે અમને કેન્ડી અને સોડા આપાવે છે. તે હંમેશા જાણવા માંગે છે કે અમે શાળામાં કેવું કરી રહ્યા છીએ.” તેમજ તેણે કહ્યું કે તેના દાદા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત કોઈ નથી કરી શકતું. તે ખુબ મહેનતુ અને સ્ટ્રોંગ વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. તે સાથે તે મારા માટે સામાન્ય ગ્રાન્ડ પા એટલે કે દાદા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને પેન્સિલવેનિયાના ત્રણ મુખ્ય યુદ્ધભૂમિ રાજ્યો સહિત 50 યુએસ રાજ્યોમાંથી અડધાથી વધુ રાજ્યો જીત્યા છે, જેમાંથી બેએ છેલ્લી ચૂંટણીમાં ડેમોક્રેટિકને મત આપ્યો હતો. તે બાકીના ચાર સ્વિંગ રાજ્યો – એરિઝોના, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સિનમાં પણ આગળ છે. તેની પાસે હવે 266 ઈલેક્ટોરલ વોટ છે, જે રાષ્ટ્રપતિ પદ જીતવા માટે જરૂરી સંખ્યા છે, જ્યારે હેરિસને માત્ર 205 વોટ મળ્યા હતા.