
એક બાદ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વધુ એક મોટા નિર્ણયને લઈને ચર્ચામા છે. આ વખતે તેમણે અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા English Only Movement ને લઈને મોટો નિર્ણય કર્યો છે. એ નિર્ણય છે ઈંગ્લિશ ભાષાને અમેરિકાની સત્તાવાર ભાષા જાહેર કરવાનો. છેલ્લા અનેક વર્ષોથી અમેરિકામાં ચાલી રહેલા English Only Movementને ટ્રમ્પનો આ નિર્ણય એક લેન્ડમાર્ક સાબિત થઈ શકે છે. રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક રીતે મધ્યસ્થતા કરી રહ્યા છે. તેઓ યુક્રેન પર એટલી હદે દબાણ લાવી ચુક્યા છે કે જેનાથી સમગ્ર યુરોપ ડઘાયેલુ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠા બેઠા તેઓ અનેક એક્ઝિક્યુટીવ ઓર્ડર પણ આપી રહ્યા છે. એવા જ એક ઓર્ડર મુજબ હવેથી અંગ્રેજી અમેરિકાની અધિકારીક ભાષા હશે. આ પ્રસ્તાવ પહેલા પણ આવ્યો હતો. જો કે વિરોધને પગલે તેના પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યુ હતુ. આ વખતે તેમણે અમેરિકામાં લાંબા...