Trending Video : પાકિસ્તાની છોકરાનું અંગ્રેજી સાંભળીને વિદેશી પોતાની ભાષા ભૂલી ગયો, જુઓ વીડિયો

પાકિસ્તાની છોકરાએ વિદેશી વ્લોગર ડેનિસના પ્રશ્નનો જવાબ એટલી સ્પષ્ટ અંગ્રેજીમાં આપ્યો કે તમે પણ હસવાનું રોકી શકશો નહીં. વીડિયો જોયા પછી તમને આખી કોમેડી ફિલ્મ હોય તેવું લાગશે.

Trending Video : પાકિસ્તાની છોકરાનું અંગ્રેજી સાંભળીને વિદેશી પોતાની ભાષા ભૂલી ગયો, જુઓ વીડિયો
Image Credit source: AI
| Updated on: Aug 25, 2026 | 9:21 AM

સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી લોકો પેટ પકડીને હસી રહ્યા છે. કઝાકિસ્તાનના જાણીતા ટ્રાવેલ વ્લોગર દાવાઈ ડેનિસ પાકિસ્તાનના પ્રવાસે છે અને ત્યાંથી રસપ્રદ સામગ્રી શેર કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તે એક પાકિસ્તાની છોકરાને મળ્યો જેણે અંગ્રેજી બોલવાની એક અનોખી રીતનું પ્રદર્શન કર્યું જેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા. છોકરાનો સ્વર અને ઉચ્ચારણ નોંધપાત્ર રીતે વિદેશી હતા, પરંતુ તે જે શબ્દો કહી રહ્યો હતો તે સમજાતાં નહોતા.

આવું અંગ્રેજી સાંભળી વિદેશી પણ ચોંકી ગયા

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો વાયરલ થાય છે જેમાં પ્રવાસીઓ સ્થાનિક બાળકો અથવા સામાન્ય લોકોની  અંગ્રેજી અથવા વિદેશી ભાષા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં પાકિસ્તાની છોકરાની અંગ્રેજીએ વિદેશીઓને મૂંઝવણમાં મૂકી દીધા સોશિયલ મીડિયા પર વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

જ્યારે ડેનિસે છોકરાને પુછ્યું કે, તેમણે પાકિસ્તાન વિશે શું પસંદ છે. તો છોકરાએ પુરા કોન્ફિડન્સ સાથે બોલવાનું શરુ કર્યું હતુ. પાકિસ્તાન ઈઝ બ્યુટીફુલ….. કહ્યા બાદ તેમણે એક જ શ્વાસમાં રોકાયા વગર એવું અંગ્રેજી બોલ્યું કે, વિદેશી પણ ચોંકી ગયો હતો.

વ્લોગર ડેનિસ પણ છોકરાના ટેલેન્ટને જોઈ પોતાનું હસવાનું રોકી શક્યો નહી. તેમણે વીડિયોમાં કટાક્ષમાં લખ્યું, જ્યારે તમે ફક્ત ઉચ્ચારણ શીખો છો, ભાષા નહીં ત્યારે આવું જ થાય છે. ઇન્ટરનેટ પર લોકો છોકરાના બેધડક અંદાજ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.

 

 

સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યારસુધી 27 લાખથી વધારે લોકોએ જોયો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોએ શાનદાર કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું ભાઈનો કોન્ફિડન્સ 200 ટકા છે. બીજાએ કહ્યું તેનું ઓકી બોલવું બેસ્ટ છે. તો કોઈએ કહ્યું એવું લાગે છે કે, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળી સાંભળી અંગ્રેજી શીખ્યો હોય.

 

 

 

બીજા એક વીડિયોમાં વ્લોગર પાકિસ્તાનના એક ગામમાં નીકળે છે. તે દરમિયાન પણ પાકિસ્તાની વ્યક્તિ રમુજી વાતો કરતા જોવા મળી રહ્યો છે.

 

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.