દુબઈ કોને અને શા માટે ગોલ્ડન વિઝા આપે છે? જાણો આ વિઝા મેળવવા માટે શું કરવું પડશે

જો તમે પણ ગોલ્ડન વિઝા માટે એપ્લાય કરવા માંગતા હોવ તો ICA ની વેબસાઈટ પર જઈને તેમનો સંપર્ક કરી શકો છે. જાણો દુબઈના ગોલ્ડન વિઝા વિશે.

દુબઈ કોને અને શા માટે ગોલ્ડન વિઝા આપે છે?  જાણો આ વિઝા મેળવવા માટે શું કરવું પડશે
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 2:56 PM

તાજેતરમાં UAE તરફથી બોલીવુડ સ્ટાર સંજય દત્તને ગોલ્ડન વિઝા મળતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બાદ અબુ ધાબીમાં રહેતા એક 45 વર્ષના ભારતીયને પણ આ વિઝા મળ્યા છે. UAE ફેડરલ ઓથોરીટી ફોર આઇડેન્ટિટી એન્ડ સિટીઝનશીપ (ICA) તરફથી 3 મેના રોજ ગોલ્ડન વિઝાની શરૂઆત થઇ છે. ચાલો જણાવીએ આ વિઝા વિશે.

વર્ષ 2019 ની શરૂઆત થઈ

યુએઈએ વર્ષ 2019 માં ગોલ્ડન વિઝા રજૂ કર્યા હતા. યુએઈ સરકારના પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી મુજબ, લાંબા સમય સુધી દેશમાં રહેવા માંગતા લોકો માટે ગોલ્ડન વિઝાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોઈ કામ કરવા, બીજા દેશોથી UAE માં રહેવા કે વગર નેશનલ સ્પોન્સરે અભ્યાસ કરવા માટે આવે છે તેમના માટે ખાસ આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

આ વિઝામાં UAE માં 100% માલિક હક સાથે બિઝનેસ કરવાની સુવિધા મળશે. વિઝા મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ 5 કે 10 વર્ષ સુધી દુબઈ કે અન્ય શહેરમાં રહી શકે છે. આ સમય સુધી વિઝા રીન્યુ કરાવવાની પણ જરૂર નહીં રહે.

દુબઈનો શું છે સ્વાર્થ?

તેની શરૂઆત રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને યુએઈના શાસક શેઠ મોહમ્મદ બિન રશીદ અલ મખતૌમે કરી હતી. દુબઇ યુએઈમાં સૌથી મોટું શહેર છે અને અને કોરોના વાયરસની અસરો ત્યાં પણ વર્તાઈ રહી છે. કોરોનાના કારણે પ્રવાસીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2020 માં ગોલ્ડન વિઝાની મંજૂરી વિશેષ ડિગ્રી, ડોકટરો, વૈજ્ઞાનિકો માટે આપવામાં આવી.

એટલું જ નહીં ગોલ્ડન વિઝા જેને મળે છે તેને સરકાર સુરક્ષાની ગેરંટી પણ આપશે. આ વિઝા જાહેર કરતી વખતે યુએઈ સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે તે આવનારા સમયમાં UAE ને પોતાનું ઘર બનાવવાનું વિચારી, પ્રવાસીઓ, રોકાણકારોને સુરક્ષા પૂરી પાડશે.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે UAE માં સૌથી વધુ પ્રવાસી આબાદી ભારતીયની છે. અહેવાલ અનુસાર 90 પ્રવાસીઓમાં 30% ભારતીય હોય છે. જે ત્યાં વેપાર, નોકરી, અભ્યાસ કરી રહ્યા છે. અહેવાલો તો એમ પણ કહે છે કે UAE માં રહેતા ઘણા ભારતીયને આ વિઝા મળ્યા છે.

કેવી રીતે કરી શકાશે એપ્લાય

જો તમે પણ ગોલ્ડન વિઝા માટે એપ્લાય કરવા માંગતા હોવ તો ICA ની વેબસાઈટ પર જઈને તેમનો સંપર્ક કરી શકો છે. આ સિવાય આ સિવાય યુએઈના વિદેશ મંત્રાલય હેઠળ કાર્યરત રહેવાસી અને વિદેશી બાબતોના જનરલ ડિરેક્ટર (GDRFA) દ્વારા પણ અરજી કરી શકાય છે.

ICA દ્વારા ફક્ત ઓનલાઇન અરજી કરી શકાય છે, GDRFA માં ઓનલાઇન અને ઓફલાઇન બંને અરજી કરવાની સુવિધા છે. વિઝા માંગતા વ્યક્તિઓએ તેમના વ્યવસાયને યુએઈમાં સ્થળાંતર કરવા સંબંધિત જરૂરી દસ્તાવેજો કરવા પડશે.

શું શું જોઇશે?

રોકાણકારો 10 વર્ષના વિઝા માટે અરજી કરી શકે છે. આ માટેની શરત એ છે કે યુએઈ ચલણ દિરહમમાં તેમની આવક એક કરોડથી વધુ હોવી જોઈએ. આવેદક રોકાણ નિધિ અથવા કંપનીના રૂપમાં અરજી કરી શકે છે. જોકે કુલ રોકાણનો ઓછામાં ઓછો 60 ટકા હિસ્સો સંપત્તિના રૂપમાં ન હોવો જોઈએ, રોકાણ કરેલી રકમ ઉધાર આપવી જોઈએ નહીં. સંપત્તિના કિસ્સામાં રોકાણકારોની સંપૂર્ણ માલિકી હોવી જોઈએ.

માનવી પડશે આ શરતો

નિયમો મુજબ રોકાણકારે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રોકાણ ટકાવી રાખવું જોઈએ. વ્યવસાયિક ભાગીદારોને સમાવવા માટે આ 10 વર્ષના લાંબા વિઝા પણ લંબાવી શકાય છે. શરત છે કે દરેક ભાગીદાર 1 કરોડ દિરહામનું બિઝનેસમાં રોકાણ કરે. લાંબા ગાળાના વિઝામાં ધારકની પતિ કે પત્ની અને બાળકો તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સલાહકાર શામેલ હોઈ શકે છે.

ડોકટરો અને વૈજ્ઞાનિકો માટે નિયમો

ડોકટરો, સંશોધનકારો, વૈજ્ઞાનિકો અને કલાકારો, આવી વિશેષ પ્રતિભા ધરાવતા લોકોને તેમના સંબંધિત વિભાગ અને ક્ષેત્રો દ્વારા આપવામાં આવેલી માન્યતા પછી 10 વર્ષના વિઝા આપી શકાય છે. તેમના જીવનસાથી અને બાળકોને વિઝા પણ આપવામાં આવશે.

પાંચ વર્ષના વિઝા માટેના નિયમો મોટાભાગે રોકાણકારો માટેના નિયમો જેવા જ હોય છે. ફરક માત્ર એટલો છે કે જરૂરી રોકાણ રકમ 50 લાખ દિરહમ પર નિર્ધારિત છે. હાઇસ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુએઈમાં 5 વર્ષના રેસિડેન્સી વિઝા માટે પાત્ર છે.

g clip-path="url(#clip0_868_265)">