પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી

અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે 18 માર્ચે સેનેટને ચેતવણી આપી છે કે પાકિસ્તાન લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ બનાવી રહ્યુ છે. જે અમેરિકાના મુખ્ય ભૂમિ સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી
| Updated on: Mar 19, 2026 | 4:54 PM

અમેરિકાની ઈન્ટેલિજન્સ ચીફ ગબાર્ડે ચેતવણી આપી છે કે પાકિસ્તાન લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ વિકસીત કરી રહ્યુ છે, જે અમેરિકા સુધી પણ પહોંચી શકે છે. પાકિસ્તાન પાસે સૌથી લાંબા અંતરની શાહીન-III મિસાઈલ છે. પરંતુ નવા મિસાઈલ પ્રોગ્રામ દ્વારા પાકિસ્તાન મિસાઈલની રેન્જ 12000 કિલોમીટર સુધી કરી શકે છે. આ જ કારણ છે અમેરિકા પણ હવે સતર્ક થઈ ગયુ છે.

અમેરિકામાં હાલના દિવસોમાં પાકિસ્તાનની એક નવી મિસાઈલને લઈને ડરનો માહોલ છે. અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે સેનેટને ચેતવણીના સૂરમાં આ અંગે જણાવ્યુ છે કે પાકિસ્તાન લાંબા અંતરે બેલેસ્ટિક મિસાઈલ બનાવી રહ્યુ છે. જેની રેન્જ ક્ષમતા અમેરિકા સુધી પહોંચવાની છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાન પાસે હજુ ICBM (ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ) નથી પરંતુ તેનો મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે જે ભવિષ્યમાં ICBM બનાવી શકે છે. જે અમેરિકા માટે ખતરાની ઘંટી સમાન છે.

કઈ મિસાલઈ છે આ?

હાલ તો કોઈ ખાસ નામ આપવામાં આવ્યુ નથી પરંતુ અમેરિકી ગુપ્તચર એજન્સીઓ જણાવી રહી છે કે પાકિસ્તાન લાંબા અંતરની બેલેસ્ટિક મિસાલઈ બનાવી રહ્યુ છે. આ મિસાઈલ ICBM ની શ્રેણીમાં આવી શકે છે. એટલે કે 5500 કિલોમીટર થી વધુની રેન્જવાળી છે. પાકિસ્તાનથી અમેરિકાનું ડિસ્ટન્સ 12 હજાર કિલોમીટર છે.

આ મિસાઈલ બની ગઈ તો પાકિસ્તાન અમેરિકા સુધી પરમાણુ હુમલો કરી શકે છે. તુલસી ગબાર્ડે કહ્યુ કે પાકિસ્તાન મોટા રોકેટ મોટર બનાવી રહ્યુ છે. જે ભવિષ્યમાં ICBM બનાવવામાં મદદ કરશે. આ પ્રોગ્રામ વર્ષોથી ચાલી રહ્યો છે.

અમેરિકાનું કહેવુ છે કે પાકિસ્તાન આનાથી આગળ વધીને અનેક મોટા રોકેટ મોટર ટેસ્ટ કરી રહ્યુ છે જે ICBM બનાવી શકે છે. પાકિસ્તાને અત્યાર સુધી ICBM ટેસ્ટ નથી કર્યો. પરંતુ અમેરિકામાં ચાર પાકિસ્તાની કંપનીઓ પર સેંક્શન લગાવી દીધો છે કારણ કે તેઓ આ પ્રોગ્રામમાં મદદ કરી રહી છે.

શા કારણથી અમેરિકા ભયભીત?

તુલસી ગબાર્ડે જણાવ્યુ કે રશિયા, ચીન, નોર્થ કોરિયા, ઈરાન અને પાકિસ્તાન તમામ દેશો મિસાઈલ બનાવી રહ્યા છે જે અમેરિકાને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાનના આ પ્રોગ્રામથી ખાસ કરીને અમેરિકાની ચિંતા એટલે પણ વધી છે કારણ કે પહેલા પાકિસ્તાનની મિસાઈલો માત્ર ભારત સુધી સીમિત હતી. હવે જો ICBM (ઈન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ) બની ગઈ તો અમેરિકા પણ ખતરામાં આવી જશે.

નીતા અંબાણીએ સિલ્કની સાડી પહેરી નાના બાળકો સાથે કર્યો ડાન્સ, ક્લાસી લુકમાં જીત્યા ફેન્સના દિલ

Follow Us