USએ કૃષિ કાયદા પર ભારતનું કર્યું સમર્થન, કહ્યું-વિશ્વના બજારો પર ભારતની અસર વધશે

USએ કહ્યું કે તેઓ આવા પગલાને આવકારે છે જે વિશ્વમાં ભારતીય બજારની અસરમાં વધારો કરશે. કૃષિ કાયદાઓનો શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીની ઓળખ છે.

USએ કૃષિ કાયદા પર ભારતનું કર્યું સમર્થન, કહ્યું-વિશ્વના બજારો પર ભારતની અસર વધશે
અમેરિકાનું ભારતના કૃષિ કાયદાઓને સમર્થન
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:38 AM

અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાને આવકાર્યા છે. USએ કહ્યું કે તેઓ આવા પગલાને આવકારે છે જે વિશ્વમાં ભારતીય બજારની અસરમાં વધારો કરશે. કૃષિ કાયદાઓનો શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીની ઓળખ છે, અમેરિકાએ બુધવારે કહ્યું કે ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારણા લાવનારા અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરવાના આ કાયદાઓને તે આવકારે છે.

રાજ્ય વિભાગના પ્રવક્તાએ સંકેત આપ્યા કે નવી બાયડેન સરકાર ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે લાવવામાં આવેલા નવા કાયદાનું તેઓ સમર્થન કરે છે. આ કાયદા ખાનગી રોકાણને આકર્ષે છે અને ખેડુતોને વધુ બજારોમાં સુધી પહોચાડશે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે સામાન્ય રીતે યુ.એસ.એવા પગલાઓને આવકારે છે જે ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારો લાવે.

ભારતમાં ખેડુત વિરોધ અંગેના પ્રશ્નના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભારતમાં વાતચીત થાકી પાર્ટીઓના મતભેદનો ઉકેલ લાવવાના પક્ષમાં છે યુએસ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમારું માનવું છે કે શાંતિપૂર્ણ વિરોધ એ કોઈ પણ સમૃધ્ધ લોકશાહીની ઓળખ છે. ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટે પણ એવું જ કહ્યું છે.

IMFએ પણ આપ્યું સમર્થન
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ પણ ભારતના નવા કૃષિ કાયદાને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) ના કમ્યુનિકેશન્સના ડિરેક્ટર ગેરી રાઇસે ગયા મહિને જણાવ્યું હતું કે અમારું માનવું છે કે કૃષિ બીલ ભારતમાં ખેતી ક્ષેત્રે સુધારણા લાવવા માટેનું મોટું પગલું છે.