VIDEO : ઈમરાન ખાનની હારને પચાવી ન શકી પાર્ટી , PTIનો સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ

|

Apr 11, 2022 | 7:55 AM

પાકિસ્તાનમાં ઈમરાન ખાન (Imran Khan) સરકારને સત્તા પરથી હટાવવામાં આવી છે. આ કારણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સભ્યોએ રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પીએમને PM પદેથી હટાવવાના વિરોધમાં પાકિસ્તાનના અનેક શહેરોમાં જોરદાર રેલીઓ કાઢી હતી.

VIDEO : ઈમરાન ખાનની હારને પચાવી ન શકી પાર્ટી , PTIનો સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ
PTI Protest

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાન (Imran Khan) સરકારને સત્તા પરથી હટાવવામાં આવી છે. આ કારણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સભ્યોએ રવિવારે પાકિસ્તાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન (Protest) કર્યુ હતુ. ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, મલાકંદ, મુલતાન ખાનવાલ, ખૈબર અને ક્વેટા જેવા શહેરોમાં રેલીઓ કાઢવામાં આવી હતી, જેમાં વિરોધી પક્ષ વિરોધ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે સત્તા છોડ્યા બાદ તેમના પ્રથમ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશી કાવતરાને કારણે તેમની સરકારને હાંકી કાઢવા સાથે પાકિસ્તાનનો “સ્વતંત્રતા સંગ્રામ” ફરી શરૂ થયો છે.

વિરોધ પ્રદર્શનને કારણે હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત

તમને જણાવી દઈએ કે, કરાચીમાં ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. જે બાદ ઈસ્લામાબાદમાં ઝીરો પોઈન્ટ પર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જેમાં PTI સમર્થકો ભેગા થયા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાનની તરફેણમાં ધ્વજ લહેરાવતા જોવા મળ્યા. ડોન અખબારના જણાવ્યા અનુસાર આ વિરોધ પ્રદર્શનને કારણે હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીએ અગાઉ ઈસ્લામાબાદમાં (Islamabad) મીડિયા સાથે વાત કરતા ઈશાની નમાજ પછી લોકોને વિરોધ પ્રદર્શન કરવા હાકલ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઈમરાન ખાને લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો

ડોન અખબાર અનુસાર, પાર્ટીએ બાદમાં દેશભરના શહેરોમાં વિવિધ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ બહાર પાડ્યો. લોકોના સમર્થન અંગે ઈમરાન ખાને કહ્યું કે આટલી ભીડ અને આટલી સંખ્યામાં લોકો ઈતિહાસમાં ક્યારેય જોયા નથી. તેમણે વડાપ્રધાન તરીકે તેમની હકાલપટ્ટી સામે વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા બદલ દેશના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જુઓ વીડિયો

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

Next Article