ખૂબ ઝડપથી ઓગળી રહ્યું છે ગ્લેશિયર, ઘણી જગ્યાએ ભવિષ્યમાં ઉભું થઇ શકે છે જોખમ

|

Feb 15, 2021 | 4:24 PM

છેલ્લા કેટલાક વર્ષમાં કુદરતી આફતનું પ્રમાણ વધી ગયું છે. ચર્મોલી આફતે સૌની આંખો ભીની કરી દીધી. કુદરત આકરી બની હોય તેવું લાગી રહ્યું છે. અને આના જવાબદાર પણ આપણે લોકો જ છીએ.

ખૂબ ઝડપથી ઓગળી રહ્યું છે ગ્લેશિયર, ઘણી જગ્યાએ ભવિષ્યમાં ઉભું થઇ શકે છે જોખમ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

‘જે પોષતું તે મારતું’ કવિ કલાપીની આ પંક્તિ અનેક અર્થમાં સાચી છે. કુદરત દરેક વાતનો હિસાબ રાખે છે. મનુષ્યો દ્વારા કુદરતને અનેક પ્રકારે હાની પહોચાડવામાં આવી રહી છે. છેલ્લા કેટલા સમયથી એમ લાગે છે કે કુદરતે આકરું સ્વરૂપ ધારણ કર્યું છે. એમ લાગે છે જાણે આ કોઈ સ્વપ્ન છે, પરંતુ આંખ નથી ખુલી રહી. હવે પ્રકૃતિએ રૌન્દ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

આના પાછળ આપણે સૌ જવાબદાર છીએ. ચમોલીમાં ગ્લેસિયર તુટવાથી બનેલી ગંભીર ઘટના આ વાતની સાબિતી છે. વિશ્વમાં દરેક ભાગમાં ગ્લેશિયર જડપથી પીગળી રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ પશ્ચિમ દેશોમાં પ્રાકૃતિક સંસાધનોનું હનન ખુબ માત્રામાં થયું. અશ્મિભૂત ઇંધણનું એટલું પ્રદૂષણથી વાતાવરણમાં ભળ્યું કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધ્યું. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ આવી ગઈ, જે હવામાનથી વાતાવરણ સુધીની દરેક વસ્તુને અસર કરી રહી છે. ગ્લેશિયર્સનું ગલન પણ આનો જ એક ભાગ છે. વૈશ્વિક ચળવળને રોકવા માટે વૈશ્વિક મંચ પર ઘણી સંધિઓ થઇ પરંતુ તે ધનિક વિરુદ્ધ ગરીબ દેશમાં અટકીને રહી ગઈ.

ભારત જેવા વિકાસશીલ દેશોની દલીલ છે કે છેલ્લાં બસો વર્ષથી સમૃદ્ધ દેશોએ વિકાસના નામે પૃથ્વીના આરોગ્યને બગાડ્યું છે. અને તેને અટકાવ્યું નથી અને જ્યારે અમારા વિકાસની જરૂરિયાત આવી છે, ત્યારે માત્ર કાર્બન ઉત્સર્જનના નક્કી કરેલ માપદંડ યોગ્ય નથી. વિકાસશીલ દેશોની આ દલીલ પેરિસ આબોહવા સંધિમાં કહેવામાં આવી હતી. વિકસિત દેશો તેમની આર્થિક સહાય માટે તૈયાર હતા. પ્રયત્નો હજુ ચાલુ છે પરંતુ હવે તે સમય જતો રહ્યો છે. આ ભૂલને સુધારવા માટે સંયુક્ત પ્રયાસોની જે તીવ્રતા હોવી જોઈએ તે જોવા નથી મળી રહી. આવી સ્થિતીમાં ચમોલીમાં ગ્લેશિયર તુટવાના કારણે આવેલ જળ પ્રલય અને એણે રોકવા સંબંધી આયામોની તપાસ મોટો મુદ્દો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અનેક જગ્યાએ છે જોખમ
વર્ષ 2017 માં ગંગોત્રી ગ્લેશિયરના ગોમુખ ખાતેનો ગ્લેશિયરનો 30-મીટર ઉંચો ઢગલો બની ગયો હતો. આને કારણે ત્યાં એક તળાવ બની ગયું હત્ય. જોકે સારું છે કે હવે ત્યાં તળાવ નથી. પરંતુ ગ્લેશિયરનો ઢગલો હજુ ત્યાં છે. ત્યાં ત્રણ કિલોમીટરના ભાગમાં ગ્લેશિયરના અવસેસ છે અને તેમાં મોટા બોલ્ડર્સ પણ શામેલ છે.

ઉત્તરાખંડમાં 968 હિમનદીઓ છે અને અહીં લગભગ 1253 તળાવો છે. આમાંથી ઘણા તળાવોની સ્થિતિ જોખમી સાબિત થઇ શકે છે. આ સરોવરો ગ્લેશિયરની સામે બની છે. જેને મોરેન ડેમ લેક કહેવામાં આવે છે. તેના ફાટવાની ઘણી સંભાવનાઓ છે.

કેદારનાથ દુર્ઘટના પછી બનેલો નવો માર્ગ પણ જોખમ હેઠળ છે. ઉત્તરાખંડ સ્પેસ યુઝ સેન્ટર મુજબ આ માર્ગ પર સાત મોટા હિમસ્ખલન ઝોન છે. અહીં અનેક વાર હિમસ્ખલન થતું રહે છે.

ગ્લેશિયર્સ ફક્ત સરકી જ નથી રહ્યા, પરંતુ તેની સપાટીની જાડાઈ પણ સતત ઓછી થઈ રહે છે. ઉત્તરાખંડના હિમનદીઓની સપાટી દર વર્ષે 32 થી 80 સે.મી.ના દરે ઘટી રહી છે.

Published On - 4:23 pm, Mon, 15 February 21

Next Article