વિદેશમાં નોકરી કરવાનું સપનું થશે સાકાર, જર્મનીએ ભારતીયોનો વર્ક વીઝા ક્વોટા વધારી 90000 કર્યો- આ રીતે કરી શક્શો આવેદન

|

Oct 26, 2024 | 9:30 PM

જર્મનીએ ભારતીયો માટેના વર્ક વિઝા ક્વોટા 350 ટકા વધારી 90000 કર્યો છે. આવનારા સમયમાં ભારતીય નાગરિકો માટે જર્મનીમાં કામ કરવાનું ઘણુ જ આસાન થઈ જશે. જર્મનીના આ નિર્ણયથી હવે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો જર્મનીના વર્ક વિઝા મેળવી શકશે.

વિદેશમાં નોકરી કરવાનું સપનું થશે સાકાર, જર્મનીએ ભારતીયોનો વર્ક વીઝા ક્વોટા વધારી 90000 કર્યો- આ રીતે કરી શક્શો આવેદન

Follow us on

Work in Germany: જર્મનીએ ભારતમાંથી કુશળ વ્યાવસાયિકોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે જર્મની માત્ર 20 હજાર વિઝા આપે છે, જે હવે વધારીને 90 હજાર કરવામાં આવ્યો છે. જર્મન સરકારનો આ નિર્ણય બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યાવસાયિક સંબંધો જાળવી રાખવામાં મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસને સંબોધિત કરતા આ જાણકારી આપી હતી.

પીએમ મોદીએ કહ્યું, “અમે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કર્યો છે. મને ખૂબ જ આનંદ છે કે આ મહત્વપૂર્ણ સમયે, જર્મન કેબિનેટે
‘ફોકસ ઓન ઈન્ડિયા’ ડોક્યુમેન્ટ જારી કર્યો છે. જર્મનીએ સ્કિલ્ડ ભારતીય પ્રોફેશનલ્સની વિઝાકોટાને 20 હજારથી વધારી 90 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી જર્મનીમાં વિકાસને નવો વેગ મળશે. જર્મનીના આ નિર્ણય બાદ આ યુરોપિયન દેશમાં ભારતીયો માટે નોકરીની વધુ તકો ઉપલબ્ધ થશે.

જર્મનીમાં ભારતીયો માટે નોકરીની વિપુલ તકો

જર્મનીના નવા વિઝા નિયમો દર્શાવે છે કે તે ભારતના સ્કિલ્ડ વર્કફોર્સને આકર્ષવા માટે ઉત્સુક છે. આથી દર વર્ષે 20,000 થી 90,000 વિઝા આપવાથી, આઇટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોના ભારતીય પ્રોફેશનલ્સને જર્મનીમાં કામ કરવાની વધુ તકો મળશે. આ નિર્ણય ભારત અને જર્મની વચ્ચે આર્થિક અને ટેકનોલોજિકલ સહયોગને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ભારતીય સ્કિલ્ડ વર્કર્સ લાંબા સમયથી ટેક્નોલોજી, મેડિસિન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિષ્ણાતો તરીકે જાણીતા છે. આ એવા ક્ષેત્રો છે જે જર્મનીની હાઇ-ટેક ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જર્મનીને હવે તેના વર્કફોર્સમાં ઉચ્ચ લાયકાત ધરાવતા હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સનો સમાવેશ કરવાની તક મળશે, જે તેના આર્થિક વિકાસમાં મદદ કરશે તેમજ સ્કિલ્ડ વર્કર્સની ની અછતને દૂર કરશે.

ડિજિટલ અપગ્રેડ સાથે સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા

વર્ક વિઝા ક્વોટાને વિસ્તારવા ઉપરાંત, જર્મનીએ ડિજિટાઈઝેશન અને અન્ય યુઝર-ફ્રેન્ડલી અપગ્રેડ દ્વારા વિઝા અરજી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સુધારાઓ પ્રક્રિયાના સમયને ઝડપી બનાવવામાં મદદ કરશે, જે જર્મનીના કાર્યબળમાં જોડાવા ઈચ્છતા કુશળ કામદારો માટે વધુ કાર્યક્ષમ પ્રણાલીને સક્ષમ કરશે. આ સુવ્યવસ્થિત અભિગમથી રાહ જોવાનો સમય ઘટાડવાની ઉદ્દેશ્ય છે, જેનાથી અરજદારો જર્મન કાર્યબળમાં વધુ સરળ રીતે પ્રવેશ મેળવી શકશે

વર્કર્સની અછતનો સામનો કરી રહ્યુ છે જર્મની

વાસ્તવમાં હાલના સમયમાં જર્મનીની મોટા ભાગની વસ્તી વૃદ્ધ થઈ રહી હોવાથી અનેક સેક્ટર્સમાં કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. ભારતમાંથી આવતા સ્કિલ્ડ વર્ક્સ માટે વિઝાની સંખ્યામાં વધારો કરીને, જર્મની પાસે હવે આ અછતને પહોંચી વળવાની તક છે, જેથી તેની ઈન્ડસ્ટ્રી તેજ ગતિએ આગળ વધતી રહે. ભારતીય પ્રોફેશનલ્સના જર્મનીમાં આવવાથી ત્યાંના આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર સેક્ટરને સૌથી વધુ ફાયદો થશે, જે દેશને ગ્લોબલ ઈકોનોમીમાં ટોપ પોઝિશન પર લઈ જઈ શકે છે.

 

Published On - 9:30 pm, Sat, 26 October 24

Next Article