ચીનમાં ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કંપનીઓની મોનોપોલીને સમાપ્ત કરવાના CBIRCના આદેશથી જેકમાંની અલીબાબા સહિતની કંપનીઓમાં કડાકો બોલ્યો

|

Nov 12, 2020 | 11:28 AM

ચીનના શેર બજારના રેગ્યુલેટર CBIRCએ મંગળવારે ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કંપનીઓની મોનોપોલીને સમાપ્ત કરવા માટે કેટલીક ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. આ નિર્ણયની અસર એ હદે પડી કે બુધવારે દહેશતમાં  મુકાયેલી 5 ચીની ટેકનોલોજી કંપનીના 280 અબજ ડોલર ડૂબી ગયા હતા. ચીની સરકાર વ્યવસાયને નિયંત્રિત કરવાના અને સીબીઆઈઆરસી દ્વારા વેપાર માટેના રેગ્યુલેટરી નિયમોમાં ફેરફારના કારણે હોંગકોંગ […]

ચીનમાં ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કંપનીઓની મોનોપોલીને સમાપ્ત કરવાના CBIRCના આદેશથી જેકમાંની અલીબાબા સહિતની કંપનીઓમાં કડાકો બોલ્યો

Follow us on

ચીનના શેર બજારના રેગ્યુલેટર CBIRCએ મંગળવારે ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કંપનીઓની મોનોપોલીને સમાપ્ત કરવા માટે કેટલીક ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. આ નિર્ણયની અસર એ હદે પડી કે બુધવારે દહેશતમાં  મુકાયેલી 5 ચીની ટેકનોલોજી કંપનીના 280 અબજ ડોલર ડૂબી ગયા હતા. ચીની સરકાર વ્યવસાયને નિયંત્રિત કરવાના અને સીબીઆઈઆરસી દ્વારા વેપાર માટેના રેગ્યુલેટરી નિયમોમાં ફેરફારના કારણે હોંગકોંગ અને શાંઘાઈ શેર બજારોમાં શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો જેમની માર્કેટ કેપિટલમાં  20.85 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

ચીનના જે કંપનીઓએ નવા નિયમોથી સૌથી વધુ મુશ્કેલી સહન કરી છે તેમાં જેક માના અલીબાબા ગ્રુપ, ટેન્સન્ટ,  Xiaomi, JD.com અને  Meituan Dianping શામેલ છે. બુધવારે હોંગકોંગ સ્ટોક એક્સચેંજમાં, અલીબાબા ગ્રુપના શેરમાં 9.8%, ટેન્સન્ટનો 7.39%, સ્માર્ટફોન નિર્માતા શાઓમીનો 8.18%,  Meituan Dianpingનો શેર 9.67% અને  જેડી ડોટ કોમ શેરમાં 9.2% નો ઘટાડો થયો છે. ચીનના નવા ડ્રાફ્ટ માર્ગદર્શિકાને કારણે હોંગકોંગ સ્ટોક એક્સચેંજનો હેંગ સેંગ ટેક ઇન્ડેક્સ 6.23% ઘટીને 7,465.44 પોઇન્ટ પર બંધ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ફાયનાન્સિયલ ટેક્નોલોજીને લગતા નિયમોમાં ફેરફારને કારણે ANT GROUP ના IPO નું લિસ્ટિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ચાઇના બેંકિંગ એન્ડ ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી કમિશન CBIRC એ કહ્યું હતું કે ANT  લિસ્ટિંગની  શરતોને પૂર્ણ કરી રહ્યું નથી. એક્સચેન્જે પોતાના નિવેદનમાં કહ્યું છે કે એન્ટ ગ્રુપના આઈપીઓનું સસ્પેન્શન એક મોટી આપત્તિ સમાન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article