Pervez Musharraf Death : ભારતમાં જન્મેલા પાકિસ્તાનના આર્મી ચીફ જે બળવો કરીને રાષ્ટ્રપતિ બન્યા અને પછી દેશદ્રોહી સાબીત થયા, મૃત્યુદંડની ફટકારાઈ હતી સજા

|

Feb 05, 2023 | 1:15 PM

Pervez Musharraf Biography : 2007માં, પરવેઝ મુશર્રફ પર બંધારણને સ્થગિત કરવા અને કટોકટી લાદવા માટે તેને દેશદ્રોહની શ્રેણીમાં રાખીને કેસ ચલાવવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2019 માં, તેને ઇસ્લામાબાદની વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

Pervez Musharraf Death : ભારતમાં જન્મેલા પાકિસ્તાનના આર્મી ચીફ જે બળવો કરીને રાષ્ટ્રપતિ બન્યા અને પછી દેશદ્રોહી સાબીત થયા, મૃત્યુદંડની ફટકારાઈ હતી સજા
Pervez Musharraf

Follow us on

Pervez Musharraf Biography : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેને કેન્સર પણ હતું. પાકિસ્તાનના મીડિયા અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

જનરલ પરવેઝ મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ (Pakistan Ex-President) હતા. તે પહેલા તેઓ આર્મી ચીફ હતા. જ્યારે તેઓ આર્મી ચીફ હતા ત્યારે તેમણે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને હટાવી દીધા હતા.

પરવેઝ મુશર્રફને ડિસેમ્બર 2019 માં રાજદ્રોહના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને મૃત્યુદંડ મેળવનાર દેશના પ્રથમ લશ્કરી શાસક હતા. ભારત સાથેના કારગિલ યુદ્ધ માટે મુશર્રફને સીધા જ જવાબદાર ગણવામાં આવે છે. મુશર્રફનો જન્મ બ્રિટિશ શાસનથી આઝાદી પહેલા ભારતની રાજધાની દિલ્હીમાં થયો હતો. ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાં જ રહ્યા. આવો જાણીએ તેમના વિશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતમાં જન્મેલા, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા

પરવેઝ મુશર્રફનો જન્મ બ્રિટિશ ભારતમાં 11 ઓગસ્ટ 1943ના રોજ દરિયાગંજ, દિલ્હીમાં થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાના થોડા સમય બાદ તેમનો પરિવાર કરાચીમાં સ્થાયી થયો હતો. બાદમાં તેઓ પાકિસ્તાનમાં આર્મી ચીફ બન્યા અને પછી રાષ્ટ્રપતિ પણ બન્યા. વર્ષ 1999માં, તેમણે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફની લોકશાહી સરકારના બળવા દ્વારા શાસન સંભાળ્યું અને ત્યારબાદ 20 જૂન 2001 થી 18 ઓગસ્ટ 2008 સુધી તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા.

મુશર્રફ ત્રણ ભાઈઓમાં બીજા હતા. તેઓ અવિભાજિત ભારતના મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારના હતા. જ્યારે તેના પિતા અંકારામાં સિવિલ સર્વિસમાં હતા ત્યારે પરવેઝ પણ 7 વર્ષ તુર્કીમાં રહ્યો હતો. 1956 માં, તેમનો પરિવાર આખરે કરાચીમાં શિફ્ટ થયો, જ્યાં મુશર્રફે રોમન કેથોલિક અને અન્ય ખ્રિસ્તી શાળાઓમાં અભ્યાસ કર્યો.

પાકિસ્તાની સેનામાં પ્રવેશ, ભારત સામે યુદ્ધ લડ્યું

વર્ષ 1961માં પરવેઝ મુશર્રફ પાકિસ્તાનની મિલિટરી એકેડમીમાં જોડાયા અને પછી તેમણે આને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી. તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો અને 1965ના યુદ્ધમાં જ તેમને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેઓએ 1968માં લગ્ન કરી લીધા. વર્ષ 1971માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને આ વખતે ભારતે પાકિસ્તાની સેનાને હરાવ્યું. આ યુદ્ધમાં મુશર્રફ પણ સામેલ હતા. પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ કમાન્ડો ગ્રુપમાં 7 વર્ષ સુધી સ્વૈચ્છિક સેવા આપી હતી.

1988માં આર્મી ચીફ બન્યા, કારગિલ યુદ્ધના આર્કિટેક્ટ

પરવેઝ મુશર્રફ પાકિસ્તાન આર્મીમાં ફરજ બજાવતા રહ્યા અને પછી તેમના રેન્કમાં પણ પ્રમોશન થયું. ઓક્ટોબર 1988માં તેમને બઢતી આપવામાં આવી અને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવામાં આવ્યા. ભારત સામેની લડાઈ હારી ગયેલા મુશર્રફના મનમાં આગ સળગતી રહી અને અંદરથી તે તક શોધતો રહ્યો. 1999ના કારગિલ યુદ્ધ માટે મુશર્રફ જવાબદાર હોવાનું કહેવાય છે. નવાઝ શરીફ સરકારને છેતરીને તેણે યુદ્ધની રણનીતિ બનાવી. જો કે, ફરી એકવાર પાકિસ્તાની સેના ભારતીય સેનાની બહાદુરી સામે ટકી શકી નહીં અને પાકિસ્તાનને કારમી હાર મળી.

1999માં નવાઝ સરકારને પાડી દીધી

આર્મી ચીફ પરવેઝ મુશર્રફે વર્ષ 1999માં નવાઝ શરીફ સરકારને ઉથલાવી નાખી અને એક સરમુખત્યાર તરીકે ઉભરી આવ્યા. 20 જૂન 2001ના રોજ, પરવેઝ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને તેની સાથે તેઓ પાકિસ્તાનના મુખ્ય કાર્યકારી પણ રહ્યા. તેઓ 2 ઓક્ટોબર 1999 થી 21 નવેમ્બર 2002 સુધી પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ હતા. બાદમાં તેમણે જનમત દ્વારા 2002માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જીતી હતી. જોકે આ જનમત પણ ઘણા વિવાદોમાં રહ્યો હતો. નવાઝ શરીફના કાર્યકાળમાં આર્મી ચીફ બનેલા વ્યક્તિએ જ નવાઝની સરકારને ઉથલાવી હતી.

2007માં લાદી હતી કટોકટી

ઑક્ટોબર 2007માં, મુશર્રફ ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા, પરંતુ તેમને ત્યાં સુપ્રીમ કોર્ટની રાહ જોવી પડી. આદેશ પહેલા જ મુશર્રફે નવેમ્બર 2007માં ઈમરજન્સી લાદી દીધી હતી. 24 નવેમ્બરના રોજ, ચૂંટણી પંચે મુશર્રફની જીતની પુનઃ પુષ્ટિ કરી અને તેમણે આર્મી ચીફના પદ પરથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જોકે તેમની સરકાર કામ કરી શકી ન હતી અને 2008માં નવી સરકાર આવતાની સાથે જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

12 વર્ષ બાદ  દેશદ્રોહ માટે દોષિત ઠેરવાયા હતા

2007માં બંધારણને સસ્પેન્ડ કરવા અને દેશમાં ઈમરજન્સી લાગુ કરવાને રાજદ્રોહ ગણીને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2014માં આ કેસમાં તેની સામે આરોપ ઘડવામાં આવ્યા હતા અને ડિસેમ્બર 2019માં ઈસ્લામાબાદની વિશેષ અદાલતે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. પૂર્વ આર્મી ચીફ માર્ચ 2016માં જ સારવાર માટે દુબઈ ગયા હતા અને સુરક્ષા અને સ્વાસ્થ્યને ટાંકીને ત્યાં હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

Next Article