કેનેડામાં કોમેડિયન કપિલ શર્માએ ખોલેલા કેફેમાં આતંકવાદીઓએ કર્યો ગોળીબાર, જુઓ વીડિયો

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના તાજેતરમાં ખુલેલા કેફે વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં કપિલ શર્માના કેફેમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેનેડામાં કોમેડિયન કપિલ શર્માએ ખોલેલા કેફેમાં આતંકવાદીઓએ કર્યો ગોળીબાર, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Jul 10, 2025 | 7:22 PM

જાણીતા કોમેડિયન કપિલ શર્માને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કપિલ શર્માના કેનેડા સ્થિત કેફેમાં ગોળીબાર થયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કપિલ શર્માનો આ કેફે તાજેતરમાં જ ખોલવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ગોળીબાર કરતો જોવા મળે છે. ગોળીબાર કરનાર વ્યક્તિ કારમાં છે અને આ વીડિયો પણ ત્યાંથી જ બનાવવામાં આવી રહ્યો છે.

કપિલનો આ કાફે કેનેડાના સરે વિસ્તારમાં છે. થોડા દિવસો પહેલા આ કાફેનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેફેના ઉદ્ધાટનમાં મોટા પાયે આયોજન પણ કરવામાં આવ્યું હતુ. કપિલ શર્માના આ કેફેમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. ફાયરિંગનો આ વીડિયો રાત્રિનો છે, જ્યાં એક કાર સવાર કાફેની બારીઓ પર ગોળીબાર કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે લીધી જવાબદારી

અહેવાલો અનુસાર, કેફે પર ગોળીબાર કરવાની ઘટનાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા લેવામાં આવી છે. આ કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી હરજીત સિંહ ઉર્ફે લડ્ડીનું નામ સામે આવી રહ્યું છે. લડ્ડી એક કુખ્યાત આતંકવાદી છે અને તેનું નામ અગાઉ પણ અનેક ઘટનાઓમાં સામે આવ્યું છે. લડ્ડી NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે.


ત્રણ દિવસ પહેલા જ કાફે ખુલ્યો હતો

કપિલ શર્માના કાફે ખુલ્યાને માત્ર ત્રણ જ દિવસ થયા છે. કપિલ અને તેની પત્ની ગિન્નીએ સોશિયલ મીડિયા પર કાફેના સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા હતા. કપિલ શર્મા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મનોરંજન જગતમાં એક મોટું નામ છે, આવી સ્થિતિમાં ગોળીબાર જેવી સનસનાટીભરી ઘટનાએ વિસ્તારના દરેકને હચમચાવી નાખ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટનાને ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અપેક્ષા રાખવામાં આવે છે કે આ મામલાની બધી માહિતી ટૂંક સમયમાં બહાર આવશે.

કેનેડા સહિત આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.