તાલિબાની ફરમાન : જો મહિલાઓ કરશે આ કામ તો પથ્થર મારી કરવામાં આવશે હત્યા !

|

Mar 30, 2024 | 11:03 AM

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પુનઃસ્થાપિત થયા બાદ મહિલાઓ માટે જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. તાલિબાન સુપ્રીમોએ એક સંદેશમાં કહ્યું કે કાબુલ પર કબજો કરીને તેમની લડાઈ સમાપ્ત થઈ નથી, હવે તેઓ દેશમાં શરિયા કાયદો લાગુ કરશે.

તાલિબાની ફરમાન : જો મહિલાઓ કરશે આ કામ તો પથ્થર મારી કરવામાં આવશે હત્યા !
Afghan women

Follow us on

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સાથે, લોકોએ ભય વ્યક્ત કર્યો હતો કે અફઘાન મહિલાઓને સૌથી વધુ નુકસાન થશે. આ ડર હવે સાચો થતો જણાય છે, મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાલિબાને વધુ એક ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાને વ્યભિચાર કરનારી અફઘાન મહિલાઓને પથ્થરમારો કરીને મૃત્યુદંડની જાહેરાત કરી છે. તાલિબાનના સુપ્રીમો મુલ્લા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ સરકારી ટેલિવિઝન પર એક ઓડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને વ્યભિચાર માટે જાહેરમાં કોરડા મારવામાં આવશે અને પથ્થર મારીને મારી નાખવામાં આવશે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ ઓડિયો સંદેશમાં તાલિબાન સુપ્રીમોએ પશ્ચિમી લોકશાહી વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. તેના સંદેશમાં, અખુંદઝાદાએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સમર્થિત મહિલા અધિકારો તાલિબાનના ‘ઇસ્લામિક શરિયા કાનુન’થી વિરોધાભાસી છે. તેણે આગળ પૂછ્યું, શું મહિલાઓને એવા અધિકારો જોઈએ છે જેની વાત પશ્ચિમી લોકો કરી રહ્યા છે? તેઓ શરિયા અને અમારા અભિપ્રાયની વિરુદ્ધ છે, અમે પશ્ચિમી લોકશાહીને ઉથલાવી દીધી છે.

અમારી લડાઇ હજી ખતમ થઇ નથી

સંદેશમાં અખુન્દઝાદાએ કડક વલણ સાથે કહ્યું કે મેં મુજાહિદ્દીનને કહ્યું કે અમે પશ્ચિમના લોકોને કહીએ છીએ કે અમે તમારી સામે 20 વર્ષ સુધી લડ્યા અને અમે તમારી સામે 20 વર્ષ અને વધુ વર્ષો સુધી લડીશું. કાબુલ કબજે કરીને આ વાત પૂરી થઈ નથી, એનો અર્થ એ નથી કે હવે આપણે બેસીને ચા પીશું. અમે આ ધરતી પર શરિયા લાવીશું.

ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી

મહિલાઓ માટે ખતરાની ઘંટી

અખુંદઝાદાનો આ સંદેશ મહિલાઓ માટે ખતરાની ઘંટી ઓછો નથી. તેણે પોતાના સંદેશમાં કહ્યું, “તમે કહો છો કે તે મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન છે જ્યારે અમે તેમને પથ્થર મારીએ છીએ. પરંતુ અમે જલ્દી જ વ્યભિચાર માટે આ સજાનો અમલ કરીશું.”

Published On - 10:40 am, Sat, 30 March 24

Next Article