સત્તા માટે તાલિબાનનુ પોત પ્રકાશ્યુ, બરાદરને બનાવ્યા બંધક, અન્ય નેતાની કરાઈ હત્યા

|

Sep 21, 2021 | 1:14 PM

નાયબ વડા પ્રધાન મુલ્લા બરાદરને ( mullah baradar ) સત્તા માટે બંધક બનાવી લેવાયા છે. સત્તા ઉપર સર્વોપરીતા સ્થાપવા માટે તાલિબાનના બે જૂથ વચ્ચે લોહીયાળ સંધર્ષ થવા પામ્યો છે.

સત્તા માટે તાલિબાનનુ પોત પ્રકાશ્યુ, બરાદરને બનાવ્યા બંધક, અન્ય નેતાની કરાઈ હત્યા
Haibatullah Akhunzada and Mullah Baradar ( file photo )

Follow us on

અફઘાનિસ્તાનમાં ( Afghanistan ) સત્તા મેળવ્યા બાદ, તાલિબાન ( taliban )વચ્ચે લોહીયાળ સંઘર્ષ ફાટી નિકળ્યો હોવાનો દાવો બ્રિટિશ મેગેઝીને દાવો કર્યો છે. આ મેગેઝિનના દાવા મુજબ અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ ખુરશી મેળવવા ફાટી નિકળેલી અંદરોઅંદરની લોહીયાળ લડાઈમાં, હિબતુલ્લા અખુંદઝાદા ( Haibatullah Akhunzada ) માર્યો ગયો છે. જ્યારે નાયબ વડા પ્રધાન મુલ્લા બરાદરને ( mullah baradar ) સત્તા માટે બંધક બનાવી લેવાયા છે. સત્તા ઉપર સર્વોપરીતા સ્થાપવા માટે તાલિબાનના બે જૂથ વચ્ચે લોહીયાળ સંધર્ષ થવા પામ્યો છે. જેમાં મુલ્લા બરાદરને હક્કાની જૂથ સાથેના લોહીયાળ સંધર્ષમાં સૌથી વધુ નુકસાન થવા પામ્યુ છે.

બ્રિટનના મેગેઝિને તેના અહેવાલમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બંને પક્ષો વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન એક સમયે હક્કાની નેતા ખલીલ-ઉલ-રહેમાન હક્કાની, પોતાની ખુરશી પરથી ઉભો થયો હતો અને બરાદરને મુક્કાઓ મારવાનું શરૂ કર્યું હતુ. આ ઘટના ત્યારે બની હતી કે, બરાદર તાલિબાન સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા કે તેઓ બિન-તાલિબાન અને લઘુમતીઓને પણ અફઘાનિસ્તાન સરકારના મંત્રીમંડળમાં સમાવે. જેથી કરીને વિશ્વના અન્ય દેશો અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપે.

આ અથડામણ બાદ થોડા દિવસો માટે બરાદર ગુમ થઈ ગયા હતા અને હવે ફરી એક વખત કંદહારમાં જોવા મળ્યા છે. મેગેઝિનના રિપોર્ટ અનુસાર, બરાદર આદિવાસી નેતાઓને મળ્યા છે, જેમનું સમર્થન પણ તેમને મળ્યું છે. જો કે, મેગેઝિને દાવો કર્યો છે કે, બરાદર પર દબાણ કરીને તેમને વીડિયો સંદેશ જારી કર્યો છે. જે સૂચવે છે કે બરાદરને બંધક બનાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અખુંદઝાદા વિશે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ ના તો લાંબા સમયથી લોકોની વચ્ચે જોવા મળ્યા છે, કે ના તો તેમની તરફથી કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અખુંદઝાદાનું મોત થયું છે. તાલિબાનમાં સત્તા માટે આવો સંઘર્ષ અગાઉ જોવા મળ્યો ના હતો. તાલિબાન અને હક્કાની નેટવર્ક 2016 માં મર્જ થયા હતા.

બરાદરનો પ્રયાસ વિશ્વ સમક્ષ તાલિબાનની અલગ છબી રજૂ કરવાનો હતો જેથી વિશ્વ તેમને ઓળખે. જ્યારે, હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાના તરફદારી કરતુ રહે છે. અફઘાનિસ્તાનના શરણાર્થી મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદીઓની લાંબી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

એક પાસું એ પણ છે કે હક્કાનીનો પાકિસ્તાન સાથે સીધો સંબંધ છે. પાકિસ્તાન પણ ઇચ્છે છે કે તાલિબાન સરકારમાં હક્કાનીનું વર્ચસ્વ તેમના માટે પાકિસ્તાનના ઉદ્દેશને સિદ્ધ કરવાનું સરળ બનાવે. આથી તાલિબાન અને હક્કાની વચ્ચે સત્તા માટે સંધર્ષ ફાટી નિકળ્યો હોવાનું આ મેગેઝિને તેના રિપોર્ટમાં દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ Gold Price Today : આજે પણ સસ્તું થયું સોનું, જાણો દુબઈ સહીત દેશ વિદેશના 1 તોલાના ભાવ

આ પણ વાંચોઃ NIACL AO Recruitment 2021: ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે, આ રીતે અરજી કરો

Next Article