ઐતિહાસિક દૃષ્ટિકોણથી સિડની (Sydney) ખૂબ જ પ્રખ્યાત શહેર છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સિડનીની મુલાકાત લે છે, જેમાં ભારતીયોની મોટી ભીડ પણ જોઈ શકાય છે. સિડની તેની ઐતિહાસિક ઇમારતો, સુંદર બગીચાઓ, આકર્ષક ચર્ચો સાથે પણ એક પ્રવાસન સ્થળ છે. ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર સિડની ખૂબ જ આકર્ષક સ્થળ માનવામાં આવે છે સિડની શહેર ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે અહિની સુંદરતા દુનિયાભરમાં જાણીતી છે. તો ચાલો આજે અમે તમને સિડનીની કેટલીક એવી વાતો વિશે જણાવીશું કે, જે દુનિયાભરના લોકો જોવા જોય છે. તો આ સ્થળો ક્યા છે તેના વિશે જાણીએ.
આ પણ વાંચો : Earthquake in Afghanistan: ભૂકંપથી અફઘાનિસ્તાનમાં મોટી તબાહી, 2000થી વધુ લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ
સિડની હાર્બર બ્રિજ ઓસ્ટ્રેલિયન હેરિટેજ કાઉન્સિલનું રાષ્ટ્રીય વારસાનું સ્થળ છે. જેનું નિર્માણ ઓસ્ટ્રેલિયાના ઈતિહાસની મોટી ઘટના હતી. 1932માં તેનું ઉદ્ધાટન આધુનિક સિડનીના વિકાસમાં મહત્વપુર્ણ હતુ અને ગ્રેટ ડિપ્રેશનના યુગમાં ખુબ ફેમસ થયું હતુ. આ પુલ આધુનિક ઓસ્ટ્રેલિયામાં સૌથી મોંધી એન્જિન્યરિંગ ઉપલબ્ધિ હતી, અને 80 વર્ષથી વધારે જુનો છે. તેમ છતાં આજે અડીખમ છે.
સિડની ઓપેરા હાઉસ 20મી સદીની વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમુનો છે. જેનું મહત્વ તેના અદ્રિતીય ડિઝાઈન અને નિર્માણ પર આધારિત છે. તેની અસાધારણ ઈજનેરી એ મહાન સિદ્ધિઓમાંની એક છે. લોકોને તે ખૂબ જ ગમે છે અને તે સિડનીની મુલાકાત લેનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.
100 વર્ષ જુનું તારોંગા ઝુ 1916માં મનોરંજનનું એક સ્થાન હતુ પરંતુ આજે અનેક વન્યજીવોનું ઘર છે. જે લોકો સિડની ફરવા જાય છે તેમણે આ સ્થળની મુલાકાત જરુર લો, તેમાં પણ જો તમારા બાળકો તમારી સાથે છે તો તેમને જલ્સા પડી જશે. તેના માટે એક યાદગાર ક્ષણ પણ બનશે. અહિ તમને કુદરતીનો નજારો જોવા મળશે. તો તમે પરિવાર સાથે બાળકો સાથે કે પછી એકલા સિડની ફરવા જાવ છો તો આ સ્થળની મુલાકાત અચુક લો.