ચીનમાં મદદની જરૂર પડશે તો પહેલા વિદ્યાર્થીઓએ કરવું પડશે આ કામ, ભારતીય દૂતાવાસએ આપ્યું સુરક્ષા એલર્ટ

|

Oct 21, 2022 | 7:46 PM

ભારતથી ચીનમાં અભ્યાસ કરવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીન પહોંચેલા અને ત્યાં પહેલાથી જ હાજર ભારતીય વિદ્યાર્થીઓને સત્તાવાર લિંક પર નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ચીનમાં મદદની જરૂર પડશે તો પહેલા વિદ્યાર્થીઓએ કરવું પડશે આ કામ, ભારતીય દૂતાવાસએ આપ્યું સુરક્ષા એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ભારતથી ચીનમાં અભ્યાસ કરવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીન પહોંચેલા અને ત્યાં પહેલાથી જ હાજર ભારતીય વિદ્યાર્થીઓને સત્તાવાર લિંક પર નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં, ભારતીય દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓને નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી સરકાર તેમની કોન્સ્યુલર જરૂરિયાતો માટે તેમની સમયસર મદદ સુનિશ્ચિત કરી શકે. તાજેતરમાં ચીને ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે, જેથી તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

ચીનની રાજધાની બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર સત્તાવાર સૂચનામાં નોંધણી લિંક વિશેની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “સંગઠિત પ્રયાસોને કારણે, ભારતીય તબીબી વિદ્યાર્થીઓએ તેમની સંબંધિત યુનિવર્સિટીઓમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ચીન પરત ફરવાનું શરૂ કર્યું છે.” તેમની કોન્સ્યુલર જરૂરિયાતોની સમયસર સુવિધા સુનિશ્ચિત કરવા માટે, ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓને નોંધણી ફોર્મ ભરવા માટે વિનંતી કરવામાં આવે છે.

કેવી રીતે નોંધણી કરવી?

નોંધણી કરવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ eoibeijing.gov.in/student_registrationની મુલાકાત લેવી પડશે. અહીં તેઓએ નામ, પાસપોર્ટ નંબર, યુનિવર્સિટીનું નામ અને નોંધણી નંબર, બેચ, ડિગ્રી પૂર્ણ થવાની અપેક્ષિત તારીખ, પરત ફરવાની તારીખ, ભારતમાં તેમના રહેઠાણનું સરનામું, સંપર્ક વિગતો જેવી વિગતો ભરવાની રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અત્રે નોંધનીય બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ચીન પહોંચ્યા છે. તેમના માટે આ ફોર્મ ભરવું જરૂરી છે, તેમજ આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ ચીન પહોંચવાના છે. તેમને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ચીનની ફ્લાઈટ ન મળવાથી વિદ્યાર્થીઓ પરેશાન

તે જ સમયે, ચીન જતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઉ વિઝા ન મળવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હતી. હવે વિઝા જાહેર થયા બાદ ભારતીય વિદ્યાર્થીઓને ચીનની સીધી ફ્લાઈટ નથી મળી રહી. આ કારણે તેમને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ચીન પહોંચવું પડશે. આ તદ્દન ખર્ચાળ છે. આ જ કારણ છે કે, હવે એવા વિદ્યાર્થીઓ છે જેઓ શ્રીલંકા, દુબઈ, હોંગકોંગ જેવા દેશો થઈને ચીન પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે હજુ સુધી કોઈ સીધી ફ્લાઈટ નથી.

 

Next Article